Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેનેડામાં રહેતા ભારતીયો માટે સરકારે એડવાઈઝરી જાહેર કરી, જાણો

08:16 PM Apr 16, 2023 | Vipul Pandya

ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે એડવાઈઝરી જારી કરી છે. વાસ્તવમાં કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા અલગ ખાલિસ્તાનની માંગણી માટે તથાકથિત જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદથી ભારત સરકારના વિદેશ મંત્રાલયે ભારતીયો વિરુદ્ધ વધી રહેલા હેટ ક્રાઈમને લઈને એડવાઈઝરી જારી કરી છે.
વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વિદેશ મંત્રાલય અને કેનેડામાં આપણા દૂતાવાસે આ ઘટનાઓને કેનેડાના અધિકારીઓ સામે ઉઠાવ્યા છે અને તેમને આ મામલાઓની તપાસ કરવા અને યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે.” જણાવી દઈએ  કે, કેનેડામાં આ ઘટનાઓને અંજામ આપનારાઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હેટ ક્રાઈમની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ અને મુસાફરી/શિક્ષણ માટે કેનેડાની મુલાકાત લેનારાઓને સાવચેતી રાખવા અને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવે છે,” નિવેદનમાં જણાવાયું છે. ભારતીય દૂતાવાસે કેનેડામાં રહેતા ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે અને કટ્ટરપંથી તત્વોને કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ કરવાની ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી હતી  તે તથ્યને પણ ઉઠાવ્યું છે.
કેનેડાના અધિકારીઓ સામે ઉઠાવ્યો મુદ્દો
MEA પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “કેનેડામાં ઉગ્રવાદી અને કટ્ટરપંથી તત્વો દ્વારા ઉપહાસજનક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ મામલો કેનેડાના અધિકારીઓ સામે ઉઠાવવામાં આવ્યો છે. કેનેડાના અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે અને જે કેનેડામાં તથાકથિત લોકમતને માન્યતા આપશે નહીં.

વધુમાં તેમણે કહ્યું કે, જો કે, અમને તે ખૂબ જ વાંધાજનક લાગે છે કે એક મિત્ર દેશમાં ઉગ્રવાદી તત્વો દ્વારા રાજકીય રીતે પ્રેરિત અભ્યાસો કરવાની મંજૂરી આપવામાં આવે છે. તમે બધા આ સંદર્ભમાં ઇતિહાસ અને હિંસાથી વાકેફ છો. ભારત સરકાર આ બાબતે કેનેડાની સરકાર પર દબાણ રાખશે.
ભારતીય દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવું
આ વચ્ચે કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓેને ઓટાવામાં ભારતીય હાઈકમિશન કે ટોરન્ટો અને વૈંકૂવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સાથે તેની સંબંધિત વેબસાઈટો કે મદદ પોર્ટલ madad.gov.in ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રજિસ્ટ્રેશનની મદદથી દૂતાવાસ કોઈ પણ જરૂરિયાત કે ઈમર્જન્સી સ્થિતીમા કેનેડામાં ભારતીય નાગરિકો સાથે સારી રીતે સંપર્ક સાધી શકશે.
ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીનું મોત
થોડા દિવસો પહેલા કેનેડાના ઓન્ટારિયોમાં ગોળીબારમાં ઘાયલ થયેલા એક ભારતીય વિદ્યાર્થીનું શનિવારે મોત થયું હતું. આ સિવાય એક પોલીસકર્મી સહિત અન્ય બે લોકોએ પણ આ ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. હિલ્ટન ટેરિટોરિયલ પોલીસ સર્વિસ (HRPS) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગયા સોમવારે મિલ્ટનમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેની ઓળખ સતવિંદર સિંહ તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, હેમિલ્ટન સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.