+

Haryana :”નામ…જલેબી બાઇ ” કામ થઇ ગયું BJPનું..જાણો માતુરામની જલેબીનો ભાવ

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપે 57 વર્ષનો રેકોર્ડ તોડ્યો આ ચૂંટણીમાં બે શબ્દોની સૌથી વધુ ચર્ચા થઈ હતી. પ્રથમ- જાટ અને બીજી- જલેબી રાહુલ ગાંધીએ જલેબી આ ટ્વિટ કર્યું હતું…
  • હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપે 57 વર્ષનો રેકોર્ડ તોડ્યો
  • આ ચૂંટણીમાં બે શબ્દોની સૌથી વધુ ચર્ચા થઈ હતી. પ્રથમ- જાટ અને બીજી- જલેબી
  • રાહુલ ગાંધીએ જલેબી આ ટ્વિટ કર્યું હતું
  • કોંગ્રેસે બંને શબ્દો પર ઘણો ભાર મૂક્યો હતો

Haryana Assembly Elections 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 (Haryana Assembly Elections 2024)ના પરિણામો આવી ગયા છે. ભાજપે તમામ એક્ઝિટ પોલની આગાહીઓને ખોટી સાબિત કરી અને 57 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. હવે પાર્ટી રાજ્યમાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. તે જ સમયે, કોંગ્રેસ ને વધુ પડતા આત્મવિશ્વાસનું પરિણામ ભોગવવું પડ્યું. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બમ્પર બહુમતી મળતી દર્શાવવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ અહીં માત્ર 35 સીટો જીતી શકી હતી.

બે શબ્દોની સૌથી વધુ ચર્ચા થઈ હતી. પ્રથમ- જાટ અને બીજી- જલેબી

સમગ્ર હરિયાણાની ચૂંટણીમાં બે શબ્દોની સૌથી વધુ ચર્ચા થઈ હતી. પ્રથમ- જાટ અને બીજી- જલેબી. કોંગ્રેસે બંને પર ઘણો ભાર મૂક્યો હતો, પરંતુ પરિણામો દર્શાવે છે કે પાર્ટીને તેનાથી ખાસ બહુ હાંસલ નથી થયું. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે માતુરામની જલેબી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. સાથે જ ભાજપ પ્રદેશ કાર્યાલયમાં પણ જીતની ઉજવણી માટે જલેબીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ગોહાનાની રેલીમાં જલેબી ખાવામાં આવી હતી

હરિયાણાના ગોહાનાની પ્રખ્યાત દુકાન માતુરામ હલવાઈની જલેબી હંમેશા સમાચારોમાં રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાહુલ ગાંધીએ તેનો સ્વાદ ચાખ્યો છે. દીપેન્દ્ર હુડ્ડાએ આ જલેબી રાહુલ ગાંધીને પોતાના હાથે ખવડાવી હતી. રાહુલને જલેબીનો સ્વાદ એટલો ગમ્યો કે તેમણે પોતાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા માટે પણ જલેબી પેક કરી. ત્યારબાદ ગોહાનામાં એક રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ માતુરામ હલવાઈની જલેબીનું બોક્સ બતાવ્યું હતું.

આ પણ વાંચો—-Haryana Result: ગાંધીનગરમાં કમલમ્ ખાતે જીતનો ઉત્સાહ, ભાજપના આગેવાનોએ એકબીજાને જલેબી ખવડાવી મોં મીઠું કર્યું

રાહુલ ગાંધીએ જલેબી પર ટ્વિટ કર્યું હતું

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું કે માતુરામ હલવાઈની જલેબી અન્ય રાજ્યોમાં પણ વેચાવી જોઇએ અને નિકાસ કરવી જોઇએ. તેથી રોજગારીવી વધુ તક પેદા થાયય જો માતુરામ હલવાઇની જલેબી બીજા રાજ્યોમાં પણ વેચાય અને નિકાસ પણ કરવામાં આવે તો એક દિવસ તેમની ફેકટરીમાં 20 હજારથી 50 હજાર લોકો તેમની ફેક્ટરીમાં કામ કરી શકે છે.

કોંગ્રેસના કાર્યકરોએ શરૂઆતના વલણમાં જલેબીનું વિતરણ કર્યું હતું.

મંગળવારે સવારે મતગણતરી અને કોંગ્રેસને જંગી લીડ મળવાના પ્રારંભિક વલણો પછી, કાર્યકરોએ દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં જલેબીઓ વહેંચીને પરિણામોની ઉજવણી કરી હતી. જો કે, પછીના તબક્કાની મતગણતરીમાં કોંગ્રેસ પાછળ રહી ગઈ હતી. ભાજપ ખુબ આગળ નીકળી ગયું હતું. આવી સ્થિતિમાં હવે શાસક પક્ષનો વારો ઉજવવાનો હતો. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપ મુખ્યાલયમાં ભવ્ય ઉજવણી માટે જલેબીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો સામાન્ય રીતે ચૂંટણી જીતની ઉજવણી કરવા માટે લાડુ કે અન્ય મીઠાઇ વહેંચવામાં આવે છે, પરંતુ આ વખતે ભાજપ હરિયાણામાં જલેબી વહેંચીને જીતની ઉજવણી કરી રહી છે. એક રીતે આ ભાજપ તરફથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે સ્પષ્ટ રાજકીય સંદેશ પણ છે.

આ પણ વાંચો-History Of Jalebi: ભારતમાં આવીને પ્રખ્યાત થઈ ‘જલેબી’, જાણો તેનો સંપૂર્ણ ઇતિહાસ અને મહત્વ

ભાજપના નેતાઓએ ઝાટકણી કાઢી હતી

ભાજપના નેતાઓએ પણ ચૂંટણી રેલીઓમાં રાહુલ ગાંધીના જલેબીના નિવેદનને લઈને આકરા પ્રહારો કર્યા હતા. બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, “મને પણ ગોહાનાની જલેબી ગમે છે. હવે રાહુલ ગાંધી અમેરિકામાં ફેક્ટરી લગાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ આપણે સમજવું પડશે કે જલેબી કેવી રીતે બને છે અને વેચાય છે. તેમના માટે ચિટ લખનારાઓએ તેને યોગ્ય રીતે તૈયાર કરી હોત તો સારું હોત.” પ્રસાદે પછી પુનરોચ્ચાર કર્યો, “સમસ્યા એ છે કે રાહુલ ગાંધી પોતાનું હોમવર્ક યોગ્ય રીતે કરતા નથી.”

હરિયાણાએ બતાવ્યું કે ફેક્ટરીઓમાં જલેબી બનતી નથી

તે જ સમયે, બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું, “લોકશાહીની જીત થઈ છે. આ રોકેટને યોગ્ય જવાબ છે જે લોન્ચ નથી થતું. પરંતુ તે કહે છે કે ભારતમાં લોકશાહી સમાપ્ત થઈ ગઈ છે… હરિયાણાએ બતાવ્યું છે કે જલેબી ફેક્ટરીમાં બનાવવામાં આવતી નથી પણ મહેનતુ હલવાઈની દુકાનમાં બને છે…”

માતુરામની જલેબી શા માટે પ્રખ્યાત છે?

માતુરામ હલવાઈની દુકાન 1958થી ચાલી રહી છે. હાલમાં તેમના પૌત્રો રમણ ગુપ્તા અને નીરજ ગુપ્તા આ દુકાન ચલાવે છે. આ જલેબીઓની ખાસ વાત એ છે કે તે શુદ્ધ દેશી ઘીમાંથી બનાવવામાં આવે છે. એક જલેબી 250 ગ્રામની હોય છે. એટલે કે એક કિલો જલેબીમાં માત્ર 4 નંગ જ હોય ​​છે. માતુરામની એક કિલો જલેબીની કિંમત 320 રૂપિયા છે. આ જલેબીઓની સેલ્ફ લાઇફ એક અઠવાડિયા સુધીની હોય છે.

આ પણ વાંચો—Haryana Result : રાજ્યમાં ભાજપની હેટ્રિક, એકવાર ફરી જુની ટ્રિક કામમાં આવી

Whatsapp share
facebook twitter