+

હું કેનેડાના ટોરન્ટો ઉતરી ગયો છું- વિદેશ જવાની લાલચ આપીને પૈસા પડાવવાનો પેંતરો

વિદેશ જવાની લાલચ આપીને પૈસા પડાવવાનો પેંતરો કરતા કબૂતરબાજોથી છેતરાવવાના કિસ્સાં છાશવારે બની રહ્યાં છે.ત્યારે આવો જ કડવો અનુભવ અમદાવાદના એક પરિવારને થયો છે.નવા નરોડાની શિવ રેસિડેન્સીમાં રહેતા મીત પટેલે ધોરણ- 12નો અભ્યાસ પૂર્ણ કર્યા વિદેશ જવા કેનેડા જવાની લાલચ આપી છેતરવાનો બનાવ બન્યો છે.પોતાની જ સોસાયટીમાં જ રહેતાં પાડોશી મારફતે આ એજન્ટનો સંપર્ક થયો હતો. કબૂતરબાજી ગેંગના સાગરàª
વિદેશ જવાની લાલચ આપીને પૈસા પડાવવાનો પેંતરો કરતા કબૂતરબાજોથી છેતરાવવાના કિસ્સાં છાશવારે બની રહ્યાં છે.ત્યારે આવો જ કડવો અનુભવ અમદાવાદના એક પરિવારને થયો છે.નવા નરોડાની શિવ રેસિડેન્સીમાં રહેતા મીત પટેલે ધોરણ- 12નો અભ્યાસ પૂર્ણ કર્યા વિદેશ જવા કેનેડા જવાની લાલચ આપી છેતરવાનો બનાવ બન્યો છે.પોતાની જ સોસાયટીમાં જ રહેતાં પાડોશી મારફતે આ એજન્ટનો સંપર્ક થયો હતો. કબૂતરબાજી ગેંગના સાગરિતે કેનેડામાં વર્ક પરમિટ અપાવવાનું કહીને અમદાવાદથી કોલકાતા લઈ જઈ નવા નરોડાના મીત પટેલ નામના યુવકને અઢી મહીના ગોંધી રાખી તેના પિતા પાસેથી 46 લાખ રૂપિયા પડાવ્યાં હતાં. તેમજ મિતને કોલકાતાની હોટલ તેમજ મકાનમાં ગોંધી રાખી બંધક બનાવ્યો હતો. મીતને બંદૂકની અણીએ પરિવાર સાથે વાત કરાવી હતી કે’  કેનેડા પહોંચી ગયો છું, અને નોકરી મળી ગઈ છે તેવી વાત પણ કરાવાઈ હતી.’ 
કેવી રીતે છેતરાયો પરિવાર 
ધોરણ- 12નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમની સોસાયટીમાં જ રહેતા રમેશભાઈ સોમાભાઈ પટેલે  પરિવારને સુશિલ રોયનો સંપર્ક કરાવ્યો  હતો .વર્ક પરમિટ પર કેનેડા જવા માટે મીતના પિતા શૈલેષભાઈએ રમેશભાઈ મારફતે એજન્ટ સુનિલ રૉયનો સંપર્ક કર્યો હતો સુશિલ રોયે  પોતે છ મહિના માટે સિંગાપુરમાં ડીપ્લોમા ઈન હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો કોર્સ કરીને આવ્યો છે તેમ કહી પરિવારોનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ  મિત તેના પિતા સાથે  નવરંગપુરામાં આંબાવાડી પંચવટી પાસે આવેલી સુનિલ રોયની ઓફિસે ગયાં હતાં. જ્યાં સુશિલ રોય સાથે વિદેશ પહોંચાડવાની 46 લાખ રૂપિયા ફી નક્કી કરી હતી. 

કેનેડામાં વર્ક પરમીટના બહાને કોલકાત્તામાં અઢી મહીના ગોંધી રખાયો
તા. 21 નવેમ્બર 2021ના રાતે ફોન કરીને તા. 22ના સવારે 9-20 વાગ્યાની ફ્લાઈટમાં કોલકાતા અને ત્યાંથી કેનેડા જવાનું હોવાની વાત કરી હતી.  કેનેડામાં વર્ક પરમીટના બહાને કોલકાતા લઈ જઈ અઢી મહીના ગોંધી રખાયો હતો.  જ્યાં  છ બોડીગાર્ડ સાથેના બંગલામાં બંદી બનાવી કમલ સિંઘાનિયાએ બંદૂક બતાવી મીત પટેલને ધમકાવ્યો હતો.  તેમજ સાગરિતોએ પરિવારજનો સાથે વાત કરાવી હતી કે, હું કેનેડાના ટોરન્ટો ઉતરી ગયો છું.અને નોકરી મળી ગઈ છે’ સત્તર દિવસ સુધી આ રીતે તેને બંગલામાં ગોંધી રખાયો હતો. આ સમય દરમિયાન સાગરિતો સુશિલ રોયને કેટલું પેમેન્ટ આપ્યું તેની વિગતો પરિવારજનો પાસથી જાણતાં હતાં. 

પિતાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવી
એજન્ટોએ આ પરિવાર પાસેથી 46 લાખ રૂપિયા ઉપરાંત 3500 અમેરિકી ડોલર પડાવી લીધા હતાં. આ અંગે મીતના પિતાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોધાવી હતી. આ ગેંગે અન્ય કેટલાં લોકોને આ રીતે છેતર્યા છે, તે અંગે મીતના પિતાની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ઘરી છે.
Whatsapp share
facebook twitter