+

Malaika Arora ના પિતાએ છઠ્ઠા માળેથી કુદીને…..

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી મલાઈકા અરોરાનો પરિવાર અને પરિચિતો આઘાતમાં અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી પોલીસને…
  • મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી
  • મલાઈકા અરોરાનો પરિવાર અને પરિચિતો આઘાતમાં
  • અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી
  • પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ ના મળી

Malaika Arora : મલાઈકા અરોરા (Malaika Arora) ને લઈને દુખદ સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર પછી મલાઈકા અરોરાનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. પિતાના નિધનના સમાચાર મળતા જ અભિનેત્રી પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.

હાલ મલાઈકાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અનિલ અરોરાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો–Nataša Stanković ના મનપસંદ પુરુષ પર મલાઈકા અરોરાનું આવ્યું દિલ!

પૂર્વ પતિ અરબાઝ ખાન મલાઈકાના ઘરે પહોંચ્યો

આ સમાચાર આવતા જ મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અભિનેત્રીના ઘરે પહોંચી ગયો છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.

મલાઈકા અરોરા ઘરે નહોતી

અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. આ ઘટનાની જાણકારી મળતા જ મલાઈકા તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો–Malaika Arora-લગ્ને લગ્ને કુંવારી

Whatsapp share
facebook twitter