Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

નવરાત્રિમાં બનાવીને ખાઓ સાબુદાણાની ખીર, સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને બાબતમાં છે બેસ્ટ

08:30 AM Apr 23, 2023 | Vipul Pandya

નવરાત્રિના ઉપવાસ દરમિયાન માતાના ભક્તો ફરાળ બનાવવા માટે વિવિધ ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમે ફરાળ સિવાય દૂધમાંથી બનેલી વસ્તુઓ ખાવા માંગતા હોવ તો તમારે એવી વાનગીઓ વિશે જાણી લેવું જોઈએ, જેનાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આ વાનગીઓમાં ખાસ તો સાબુદાણાની ખીરની વાત કંઈક અલગ છે. આ ખીર ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલું જ નહીં નવરાત્રિ પછી પણ તમે આ ખીરને મીઠાઈ તરીકે ભોજન સાથે સર્વ કરી શકો છો. આવી ખીર સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.  આવો જાણીએ સાબુદાણાની ખીરના ફાયદા.
સાબુદાણા ખીરના ફાયદા
હાડકાં મજબૂત બનાવે છે 
દૂધ અને સાબુદાણાની ખીર તમારા હાડકાંને મજબૂત બનાવી શકે છે કારણ કે દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. બીજી તરફ સાબુદાણામાં પ્રોટીનનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો તમે દૂધ અને સાબુદાણાની ખીર ખાશો તો તેનાથી તમારા હાડકાં મજબૂત થશે અને સાંધાના દુખાવાથી છુટકારો મળવાની સંભાવના છે.

બ્લડ સુગર કંટ્રોલમાં રાખે છે
જો તમને ડાયાબિટીસ છે તો તમે આ ખીરનું સેવન કરી શકો છો. સાબુદાણાને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે સાબુદાણામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. પરંતુ શુગરના દર્દીએ ફુલ ફેટવાળા દૂધને બદલે ઓછી ચરબીવાળા દૂધની ખીર બનાવવી જોઈએ.
ઊર્જા જાળવી રાખે છે
સાબુદાણાની ખીરનું સેવન તમને દિવસભર ઉર્જાવાન રહેવામાં મદદ કરશે કારણ કે સાબુદાણા અને દૂધ બંનેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને એનર્જી હોય છે. આ બંનેને સાથે ખાવાથી તમને એનર્જી મળશે. ઉપવાસ દરમિયાન તમે થાક અને નબળાઈ અનુભવશો નહીં.

ખીર કેવી રીતે બનાવવી ?
1. સૌ પ્રથમ સાબુદાણાને 1-2 કલાક પલાળી રાખો.
2. પછી દૂધમાં સાબુદાણા ઉમેરીને બરાબર ઉકાળો.
3. તેને સારી રીતે ગરમ કરો અને હલાવતા રહો. તમે તેમાં ખાંડ, ડ્રાય ફ્રુટ્સ પણ ઉમેરી શકો છો.
4. હવે તૈયાર થયેલી સાબુદાણાની ખીર સર્વ કરી શકો છો