Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories
logo

Mahuwa: ગણેશ વિસર્જનમાં બેદરકારીના દ્રશ્યો! 150 જેટલા બાળકોને ટ્રકમાં લઈ જવામાં આવ્યા

11:37 PM Sep 14, 2024 |
  1. ટ્રકમાં શાળાના 150 જેટલા બાળકોને લઈ ગયા મહુવા
  2. ખાનગી શાળાના સંચાલકે આ દ્રશ્યો ન દર્શાવવા કર્યું દબાણ
  3. ગઈકાલે જ દહેગામની ઘટનામાં 8 લોકોના મોત થયા હતા

Mahuwa: ગુજરાતમાં અનેક જગ્યાએ ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહીં છે. આ દરમિયાન અનેક જગ્યાએ ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પરંતુ છતાં લોકોને કેમ બેદરકારી ભર્યા પગલા ભરી રહ્યાં છે. નોંધનીય છે કે, ઉગળવાંણ ગામની રાધેશ્યામ વિદ્યા સંકુલની બેદરકારી સામે આવી છે. અહીં શાળાના 150 જેટલા બાળકોને ટ્રકમાં મહુવા લઈ જવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, ખાનગી શાળાના સંચાલકે આ દ્રશ્યો ન દર્શાવવા દબાણ પણ કર્યું હતું.

આ પણ વાંચો: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

મેશ્વો નદીમાં 8 યુવાનોનું ડૂબવાથી મોત થયું હતું

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ દહેગામની ઘટનામાં 8 લોકોના મોત થયાં હતાં. નદી કિનારે ગણેસ વિસર્જન દરમિયાન અનેક જગ્યાએ ઘટિત ઘટનાઓ બની હોય તેનું સામે આવ્યું છે. ગાંધીનગર (Gandhinagar)ના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 8 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે, આઠેય યુવાનોની લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતાં. જ્યારે બે લોકોની કોઈ ભાળ મળી નહોતી.

આ પણ વાંચો: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું…

થોડા દિવસ પહેલા પાટણમાં પણ બની હતી આવી ઘટના

પાટણમાં પણ બે દિવસ પહેલા ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યાનો વીડિયો સામે આવ્યું હતું. એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો માતા, 2 પુત્ર સહિત પરિવારના 4 સભ્યો ડૂબ્યા હતા. ગોઝારી ઘટનાને લઈને પાટણમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી પ્રમાણે 4 કલાકની શોધખોળ બાદ નદીમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ચારેય લોકો એક પરિવારના હોવાનું પણ સામે આવ્યું હતું. એક પરિવારનો માળો વિખેરાઈ જતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: આખરે તંત્ર જાગ્યું ખરું! બાળકોને માર મારનાર છાત્રાલયના ગૃહપતિની હકાલપટ્ટી