Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બ્રિટિનમાં મહારાષ્ટ્રવાળી? 40 મંત્રીઓના બળવા સામે પી.એમનું રાજીનામું

12:05 PM Apr 17, 2023 | Vipul Pandya

મહારાષ્ટ્ર જેવી રાજકીય કટોકટી હવે બ્રિટનમાં પણ બની રહી છે. જેમ ઉદ્ધવ ઠાકરે સરકારમાં કટોકટી હતી, તેવી જ રીતે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનની ખુરશી પરથી રાજીનામું આપી દીધું છે.  જોન્સનની પાર્ટીમાં બળવો શરૂ થઈ ગયો છે. એક પછી એક મંત્રીઓ અને સાંસદો રાજીનામા આપી રહ્યા છે.  થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં પણ રાજકીય કટોકટી સર્જાઇ હતી. આજે બ્રિટનમાં પણ તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.  જે રીતે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તેમની જ પાર્ટીમાં બળવો શરૂ થયો હતો. તે જ રીતે  બોરિસ સામે પણ બ્રિટનમાં બળવો થયો છે. અત્યાર સુધીમાં ચાર કેબિનેટ મંત્રીઓ સહિત 40 થી વધુ મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે રીતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર જે રીતે સંકટમાં હતી, તે જબોરિસ જોન્સનની સરકાર સામે સંકટની શરુઆત નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદના રાજીનામાથી થઈ હતી. બંનેએ 5 જુલાઈના રોજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે તેઓ બોરિસ જ્હોન્સનના નેતૃત્વ પર વિશ્વાસ કરતા નથી.
ઋષિ સુનકે પોતાના રાજીનામામાં કહ્યું હતું કે લોકો અપેક્ષા રાખે છે કે સરકાર યોગ્ય રીતે કામ કરે. તે જ સમયે, સાજિદ જાવિદે કહ્યું હતું કે સરકાર દેશના હિતમાં કામ કરી રહી નથી. બંનેએ બોરીસ જોન્સનની માફી માંગ્યા બાદ આ રાજીનામું આપ્યું હતુંજો કે, બંને હજુ પણ સરકારમાં છે. ઋષિ સુનક અને સાજિદ જાવિદ બાદ અન્ય કેબિનેટ મંત્રી સાયમન હાર્ટે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના સિવાય અન્ય કેબિનેટ મંત્રી બ્રાન્ડન લુઈસે પણ રાજીનામું આપ્યું છે. બળવા બાદ બોરિસ જોન્સન પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું હતું. વિપક્ષે તેમના રાજીનામાની માંગ કરી છે.જો કે, તેમ છતાં જોન્સન રાજીનામું આપવાના મૂડમાં ન હતાં. જોન્સન કહે છે કે તેમને મતદારોએ પસંદ કર્યા છે. પરંતુ આજે તેમણે પક્ષ સામે ઝૂકીને રાજીનામું આપી દીધું છે. આ પહેલાં પણ કોરોના મહામારીના સમયમાં પણ તેમની સામે પોતાની બર્થડે પાર્ટી પી.એમ ઓફિસમાં ઉજવણી કરવા મામલે આખી બ્રિટનમાં તેમની સામે રોષ ભભૂક્યો હતો. પરંતું માફી બાદ સમગ્ર મામલે તેમની વિરુદ્ધ  અ વિશ્વાસનો ઠરાવ પસાર થયો હતો. જો કે આજે  બોરિસ જ્હોન્સને 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડવું પડ્યું છે. આ પહેલાં પણ ભૂતકાળમાં બ્રિટનના પી.એમ થેરેસા મે (ભૂતપૂર્વ વડા પ્રધાન)ને તેમના પોતાના પક્ષમાં મતદાનનો સામનો કરવો પડ્યો હતો. જો કે તે વિશ્વાસ મત જીતવામાં સફળ રહ્યાં હતાં. 
 
પી.એમનું  રાજીનામું શા માટે? વિદ્રોહનું કારણ શું છે?
આ સમગ્ર વિદ્રોહના કેન્દ્રમાં જેનું નામ આવી રહ્યું છે તે ક્રિસ પિન્ચર છે. ‘સેક્સ સ્કેન્ડલ’ પર ક્રિસ પિન્ચર 30 જૂનના રોજ, યુકેના અખબાર ‘ધ સન’ એ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ક્રિસ પિન્ચરે લંડનની ક્લબમાં કથિત રીતે બે પુરુષોને વાંધાજનક રીતે સ્પર્શ કર્યો હતો. આ અહેવાલ આવ્યા બાદ પિન્ચરે ડેપ્યુટી ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. પિન્ચર પર ભૂતકાળમાં પણ જાતીય ગેરવર્તણૂકનો આરોપ લાગ્યો છે. અખબારના અહેવાલ સામે આવ્યા પછી, તેમના પોતાના પક્ષે આક્ષેપ કર્યો હતો કે જોહ્ન્સન પિન્ચરના આરોપોથી વાકેફ હતા, તેમ છતાં તેમની સામે કોઈ પગલાં લીધાં નથી.જુલાઈમાં, સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે વડા પ્રધાન જોહ્ન્સનને આરોપો વિશે જાણ નથી. પરંતુ ફરીથી 4 જુલાઈના રોજ, એક સરકારી પ્રવક્તાએ કહ્યું કે જોહ્ન્સન આરોપોથી વાકેફ હતા, પરંતુ આરોપો સાબિત થયા ન હોવાથી પિન્ચરની નિમણૂક અટકાવવાનું યોગ્ય માન્યું ન હતું. માનવામાં આવી રહ્યું છે કે મંત્રીઓના રાજીનામાની પ્રક્રિયા અટકવાની નથી. ઘણા મંત્રીઓ અને સાંસદો ઋષિ સુનકના માર્ગે ચાલીને રાજીનામા આપ્યાં હતાં. દિવસ દરમિયાન ચાર કેબિનેટ પ્રધાનો, 22 પ્રધાનો, સંસદના 22 ખાનગી સચિવો અને 5 અન્યોએ રાજીનામું આપ્યું હતું.