Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mukhtar Ansari : માફિયા મુખ્તાર અંસારીની તબિયત ફરી બગડી, બાંદા જેલમાંથી મેડિકલ કોલેજમાં ખસેડાયા…

09:58 PM Mar 28, 2024 | Dhruv Parmar

માફિયા ડોન મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ની તબિયત ફરી એકવાર બગડી છે. તેને બાંદા જેલમાંથી સારવાર માટે મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ને હાર્ટ એટેક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્તાર અંસારી જેલમાં તેની બેરેકમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેની તબિયતની તપાસ કર્યા બાદ જેલની મેડિકલ ટીમે તેને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ની તબિયત ગંભીર હોવાનું કહેવાય છે. મુખ્તાર અંસારીને કડક સુરક્ષા વચ્ચે મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો.

બે દિવસ પહેલા પણ બગડી હતી તબિયત…

આ પહેલા મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ને બે દિવસ પહેલા જેલમાં તબિયત બગડતાં રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. મુખ્તારના ભાઈ અને ગાઝીપુરથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ અફઝલ અંસારીએ મુખ્તાર અન્સારી પર તેમના ભોજનમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું- મુખ્તારે તેને કહ્યું કે લગભગ 40 દિવસ પહેલા તેને ઝેર આપવામાં આવ્યું હતું અને તાજેતરમાં તેને ફરીથી કદાચ 19 કે 22 માર્ચે આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની હાલત ખરાબ છે.

એક્સ-રે કરવામાં આવ્યો

મેડિકલ ચેકઅપ દરમિયાન મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ના પેટનો બે વખત એક્સ-રે કરવામાં આવ્યો હતો. તેમજ લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જેમાં તેની સુગર, સીબીસી, એલએફટી (લિવર ફંક્શન ટેસ્ટ), ઈલેક્ટ્રોલાઈટ (સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ)ની ચકાસણી કરવામાં આવી હતી. રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરી બાંદા જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેલ ડીસી એસએન સબતએ જણાવ્યું કે મુખ્તાર અંસારી ઉપવાસ રાખતો હતો. ગુરુવારે ઉપવાસ કર્યા બાદ તેમની તબિયત લથડી હતી.

આ પણ વાંચો : PM Modi : વકીલોના પત્ર પર PM મોદીએ કહ્યું, ધમકાવવા-ડરાવવાએ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ

આ પણ વાંચો : Arvind Kejriwal ની ધરપકડ પર ફરી અમેરિકાએ કરી ટિપ્પણી, ભારતે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું…

આ પણ વાંચો : Lok Sabha Election : શિવસેના શિંદે જૂથે 8 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કયા નેતાઓને મળી ટિકિટ…