Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મધ્યપ્રદેશ બાદ હવે યૂપીમાં પણ ‘The Kerala Story’ ટેક્સ ફ્રી , સમગ્ર મંત્રીમંડળ સાથે CM યોગી જોશે ફિલ્મ

10:02 AM May 09, 2023 | Vishal Dave

ધ કેરેલા સ્ટોરી ફિલ્મ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે. જેનું કારણ એ છે કે કેટલાક રાજ્યો આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી રહ્યા છે તો કેટલાક રાજ્યો આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. એક તરફ જ્યા પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મુક્યો છે તો બીજી તરફ મધ્યપ્રદેશ બાદ હવે યૂપીએ પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી દીધી છે..

સમગ્ર મંત્રીમંડળ સાથે સીએમ યોગી મંગળવારે ફિલ્મ જોશે 

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે આ ફિલ્મ નિહાળવા જવાના હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મ દિકરીઓનું જબરજસ્તી ધર્માંતરણ કરી તેમને આતંકી પ્રવૃતિ પ્રવૃતિઓમાં શામેલ કરવાના મુદ્દા પર આધારિત છે.

મધ્યપ્રદેશમાં આ ફિલ્મને 6 મેના રોજ ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી હતી 

સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું છે કે રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવશે. ટ્રેલર લોન્ચ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. જો કે તમામ વિવાદો વચ્ચે ઘણા રાજ્યોએ તેને ટેક્સ ફ્રી કરી દીધી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે (6 મે) ફિલ્મ ધ કેરળ સ્ટોરીને રાજ્યમાં ટેક્સ ફ્રી બનાવવાની જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠી રહી છે. મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દુ સકલ સમાજનું કહેવું છે કે લવ જેહાદની આખી પ્રક્રિયા ધ કેરળ સ્ટોરી દ્વારા લોકોની સામે આવી છે. એવી અપેક્ષા છે કે સીએમ એકનાથ શિંદે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરશે. ધ કેરળ સ્ટોરી કેરળ રાજ્યની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે.