+

LOKSABHA ELECTION : આવતી કાલે 88 બેઠકો પર ઉમેદવારોના ભવિષ્ય EVM માં કેદ થશે

NATIONAL : દેશભરમાં લોકસભાની ચૂંટણી (LOKSABHA ELECTION 2024) તબક્કાવાર રીતે યોજાઇ રહી છે. આવતી કાલે 26 એપ્રિલ, 2024 ના રોજ બીજા તબક્કાનું (SECOND PHASE OF VOTING) મતદાન યોજાવવા જઇ રહ્યું…

NATIONAL : દેશભરમાં લોકસભાની ચૂંટણી (LOKSABHA ELECTION 2024) તબક્કાવાર રીતે યોજાઇ રહી છે. આવતી કાલે 26 એપ્રિલ, 2024 ના રોજ બીજા તબક્કાનું (SECOND PHASE OF VOTING) મતદાન યોજાવવા જઇ રહ્યું છે. કરોડો મતદારો 18 રાજ્યની 88 લોકસભા બેઠક (LOKSABHA SEAT) માટે આવતી કાલે મદતાન કરશે. 88 બેઠકો પર ચૂંટણી લડનારા 1210 ઉમેદવારોનું ભવિષ્ય આવતી કાલે ઇવીએમ મશીનમાં કેદ થશે.

કેન્દ્રિય મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને લોકસભા અધ્યક્ષ મેદાને

આવતી કાલે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટવેવ (HEATWAVE) ની આગાહી આપવામાં આવી છે. બીજા તબક્કામાં મતદાન માટે 3 કેન્દ્રિય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને લોકસભા અધ્યક્ષ ચૂંટણીના મેદાને છે. આ બેઠકો પર વર્ષ 2019 ના ચૂંટણી પરિણામ અનુસાર, 56 બેઠકો પર NDA, અને 24 બેઠકો UPA ના ફાળે ગઇ હતી.

167 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયા

બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉભેલા 21 ટકા ઉમેદવારો અપરાધીક રેકોર્ડ નોંધાયેલો છે. કુલ પૈકી 250 ઉમેદવારો સામે વિવિધ ગુના નોંધાયેલા છે. તેમાંથી 167 ઉમેદવારો સામે તો ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની વિગવાર માહિતી પ્રમાણે, 3 ઉમેદવાર સામે હત્યા, 24 સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. ભાજપના કે. સુરેન્દ્ર સામે 243 ગુનાઓ નોંધાયા છે, જ્યારે ભાજપના કે. એસ. રાધાકૃષ્ણન સામે 211 ગુનાઓ નોંધાયા છે. તો બીજી તરફ કેરળના ઇડ્ડુકીના કોંગ્રેસના ઉમેદવાર સામે 88 ગુના દાખલ થયા છે. આ ત્રણ ઉમેદવારો સૌથી વધુ ગુનાહિત રેકોર્ડ ધરાવતા ટોપ – 3 માં આવે છે.

6 ઉમેદવારો પાસે સંપત્તિના નામે મીંડુ

બીજા તબક્કામાં યોજાનાર મતદાનમાં રેડ એલર્ટમાં 52 ટકા જેટલો મતવિસ્તાર આવે છે. બીજા તબક્કામાં ભાગ લેનાર ઉમેદવારો પૈકી 33 ટકા કરોડપતિ ઉમેદવાર છે. પ્રત્યેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ રૂ. 5.17 કરોડ જેટલી થવા પામે છે. કોંગ્રેસના 68 ઉમેદવારની સરેરાશ સંપત્તિ 39.70 કરોડ જેટલી આંકવામાં આવી છે. તો ભાજપના 69 ઉમેદવારની સરેરાશ સંપત્તિ 24.68 કરોડ આંકવામાં આવી છે. બીજા તબક્કામાં 6 ઉમેદવારો પાસે સંપત્તિના નામે મીંડુ છે.

આ ઉમેદવારો પર રહેશે નજર

આ તબક્કામાં હાઇ પ્રોફાઇલ ઉમેદવારોમાં રાહુલ ગાંધી, ભૂપેશ બધેલ, શશી થરૂર, એચડી કુમારસ્વામી, રાજીવ ચંદ્રશેખર, ઓમ બિરલા, ગજેન્દ્રસિંગ શેખાવત, વૈભવ ગેહલોત, વી. મુરલીધરન, હેમા માલિની, અરૂણ ગોવિલ, તેજસ્વી સુર્યા, ડી. કે. સુરેશ, ડો. મહેશ વર્મા, પપ્પુ યાદવ અને દુષ્યંત સિંહ છે. તમામ ઉમેદવારો અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકોના પરિણામ પર દેશવાસીઓની નજર રહેશે.

હાઈપ્રોફાઈલ બેઠક

  1. વાયનાડ
    કોંગ્રેસ – રાહુલ ગાંધી
    ભાજપ – કે. સુરેન્દ્રદન
    CPI – એની રાજા
  2. રાજનાંદગાંવ
    કોંગ્રેસ – ભૂપેશ બઘેલ
    ભાજપ – સંતોષ પાંડેય
  3. માંડ્યા
    JDS – પૂર્વ CM એચડી કુમારસ્વામી
    કોંગ્રેસ – વેંકટરમણ ગૌડા
  4. તિરૂવનંતપુરમ
    કોંગ્રેસ – શશી થરૂર
    ભાજપ – રાજીવ ચંદ્રશેખર
  5. જોધપુર
    ભાજપ – ગજેન્દ્રસિંહ શેખાવત
    કોંગ્રેસ – કરણસિંહ ઉચિયારડા
  6. કોટા
    ભાજપ – ઓમ બિરલા
    કોંગ્રેસ – પ્રહ્લાદ ગુંજાલ
  7. ગૌતમબુદ્ધ નગર
    ભાજપ – ડૉ.મહેશ શર્મા
    SP – ડૉ. મહેન્દ્રસિંહ નાગર
  8. અટ્ટિંગલ
    ભાજપ – વી. મુરલીધરન
    કોંગ્રેસ – અડૂર પ્રકાશ
  9. ઝાલાવાડ બારા
    ભાજપ – દુષ્યંત સિંહ
    કોંગ્રેસ – ઉર્મિલા જૈન
  10. જાલોર
    કોંગ્રેસ – વૈભવ ગેહલોત
    ભાજપ – લુંબારામ ચૌધરી
  11. મથુરા
    ભાજપ – હેમા માલિની
    કોંગ્રેસ – મુકેશ ધનગર
  12. મેરઠ
    ભાજપ – અરૂણ ગોવિલ
    કોંગ્રેસ – એમ. લક્ષ્મણ
  13. બેંગ્લોર દક્ષિણ
    ભાજપ – તેજસ્વી સૂર્યા
    કોંગ્રેસ – સૌમ્યા રેડ્ડી
  14. પૂર્ણિયા
    JDU – સંતોષકુમાર કુશવાહા
    RJD – બીમા ભારતી
    અપક્ષ – પપ્પુ યાદવ
  15. બેંગ્લોર ગ્રામીણ
    કોંગ્રેસ – ડીકે સુરેશ
    ભાજપ – સી.એન. મંજુનાથ

આ પણ વાંચો — BJP ના સ્ટાર પ્રચારક CM યોગી આદિત્યનાથની ડિમાન્ડ વધી

Whatsapp share
facebook twitter