+

Jamnagar Lok Sabha : આ બેઠક જે જીતે તે કેન્દ્રમાં બનાવે છે સરકાર

Jamnagar Lok Sabha seat : આજે વાત એક એવી લોકસભા બેઠકની કરવી છે, જેનો ભવ્ય ઈતિહાસ રાજા રજવાડાઓના શાસનકાળથી સુશોભીત રહ્યો છે,,, વાત એ બેઠકની કરવી છે. જેને ગુજરાતનું મીની…

Jamnagar Lok Sabha seat : આજે વાત એક એવી લોકસભા બેઠકની કરવી છે, જેનો ભવ્ય ઈતિહાસ રાજા રજવાડાઓના શાસનકાળથી સુશોભીત રહ્યો છે,,, વાત એ બેઠકની કરવી છે. જેને ગુજરાતનું મીની પેરીસ અને આધ્યાત્મિક દ્રષ્ટીએ મીની કાશી પણ કહેવામાં આવે છે. એ લોકસભાની બેઠક એટલે સૌરાષ્ટ્રના ઘરેણા સમાન આપણું જામનગર. (Jamnagar Lok Sabha seat)

દેશના પેટ્રો કેપિટલ તરીકે આ બેઠક ઓળખાય છે

ભાજપે જે ચહેરા પર સતત ત્રીજી વખત વિશ્વાસ મુક્યો છે, તે બેઠકનો સંપુર્ણ ચિતાર હવે જાણીએ તો જામનગર લોકસભાની બેઠકને બેલવેધર સીટ માનવામાં આવે છે. આ બેઠક જીતનાર પાર્ટીમાં કેન્દ્રમાં સરકાર પણ બનાવી જાણે છે તેવો પણ રાજકીય ઈતિહાસ, રજવાડાઓની ભૂમિ પરથી સામે આવ્યો છે. દેશના પેટ્રો કેપિટલ તરીકે આ બેઠક ઓળખાય છે,. હિંદુઓના 4 પવિત્ર મઠ પૈકી, દ્વારકા ધામનો પણ આજ બેઠકમાં સમાવશે થયો છે. સૌ પ્રથમ સાંસદ તરીકે મહિપતસિંહ અહીં બિનહરીફ ચૂંટાયા હતા, તો 1962 થી લઈ અત્યાર સુધીમાં 8 વખત કોંગ્રેસના સાંસદ આ જ બેઠક પરથી પહેલા ચૂંટાતા હતા. જાણવું એ પણ જરૂરી છે કે, 7 વખત ભાજપના સાંસદ આ બેઠક પરથી ચૂંટાયા છે. છેલ્લી બે ટર્મથી પૂનમબેન માડમને જનતાએ જંગી બહુમતથી વિજય બનાવ્યા છે.

10 વર્ષમાં અનેક યોજનાનો લોકોને લાભ

પિતાની રાહ પર નકશે કદમ ચાલતા પૂનમબેન માડમે સાંસદ બન્યા બાદ પાછલા 10 વર્ષમાં શું આપ્યું જામનગરને આવો હવે તે પણ જાણીએ… તેમણે કહ્યું કે મારી પ્રાથમિક્તા શાંતિ સમૃદ્ધી સુરક્ષા અને સમરસ્તા છે. જામનગરને સૌરાષ્ટ્રની પહેલી વંદેભારત મળી અને હવે ટ્રેન ઓખા સુધી છેવાડા સુધી પહોંચી છે. જામનગરની જનતાએ ખુબ મોટું યોગદાન આપ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં અનેક વિકાસના કામો થયા. તેમણે કહ્યું કે 10 વર્ષમાં અનેક યોજનાનો લોકોને લાભ મળ્યો છે અને જામનગરને સુવિધાથી સુસજ્જ કર્યું છે.જામનગર વર્લ્ડ મેપ પર મજબૂતીથી આવે તેવી વ્યવસ્થા કરી છે. અહી સુદર્શન સેતુ જનતાને અર્પણ કર્યો છે. ખેડૂતોનો સંઘર્ષ ઓછો થાય તે દિશામાં પ્રયાસ કર્યો છે. આજે ખેડૂતોને અનેક યોજનાનો લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે સૌની યોજના દુનિયા માટે એક કેસ સ્ટડી સમાન છે.ભાજપનું વચન ચૂંટણીલક્ષી ક્યારેય હોતું નથી. કાર્યકરો જનતાની વચ્ચે સક્રિય રહ્યા છે. મહારાસનું આયોજન દુનિયા માટે દાખલા રુપ છે. આજે વિપક્ષ દિશાવિહોણો છે, નેતા વિહોણો છે. એવું કોઇ વિઝન નથી જે આખી પાર્ટીને સાથે લઇને આગળ વધી શકે.

કુલ 18 લાખ 14 હજારને 56 જેટલા મતદારો

હવે જાણવું એ પણ જરૂરી છે કે જે મતદારો એક કાર્યકરતાને ધારાસભ્ય કે સાંસદ બનાવે છે, તે બેઠક પર કુલ કેટલા મતદારો છે ? ,,, જામનગર લોકસભા બેઠક પર પુરૂષ મતદારોની સંખ્યા 9 લાખ 29 હજાર 935 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 8 લાખ 84 હજાર 85 છે. જ્યારે અન્ય 36 સહિત કુલ 18 લાખ 14 હજારને 56 જેટલા મતદારો વર્ષ 2024નું પરિણામ આ વખતે નક્કી કરવાના છે

જામનગરમાં કુલ મતદાર

પુરુષ મતદાર  9,29,935
સ્ત્રી મતદાર  8,84,085
અન્ય મતદાર  36
કુલ મતદાર 18,14,056


કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ સાથે વાત

લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ જામી છે. વિપક્ષ પાસે વિચાર અને ચહેરાની કમી છે તેવું સાંસદ કહેવું છે ત્યારે હવે તેમનો પણ અભિપ્રાય જાણીએ જેઓ આજ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ સાંસદ રહી ચુક્યા છે. વિક્રમ માડમે કહ્યું કે મારા માટે તો જામનગર જન્મ અને કર્મભૂમિ છે. 2 વાર મને સાંસદ તરીકે ચૂંટ્યો છે. 2014માં મે નક્કી કર્યું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. કોંગ્રેસનો જે ઉમેદવાર હશે તેને તન મન ધનથી જીતાડવાનો પ્રયત્ન કરીશ.

પાટીદાર સમાજના મતદારો 16 ટકા

હોય વિધાનસભાની ચૂંટણી કે પછી લોકસભાની, જ્ઞાતિનું સમિકરણ બધી જ બેઠકો પર મહત્વપૂર્ણ બની જાય છે, ત્યારે જામનગર લોકસભા બેઠકના જ્ઞાતિના ગણિત પર એક નજર કરી તો અહીં પાટીદાર સમાજના મતદારો 16 ટકા જ્યારે આહીર સમાજના મતદારો 12 ટકા છે જ્યારે મુસ્લિમ સમાજ 9 ટકા, તો ક્ષત્રિય સમાજના મતદારો 9 ટકા તો દલિત સમાજના 11 ટકા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે.

જામનગરમાં જ્ઞાતિવાદી ગણિત

પાટીદાર 16 ટકા
આહિર 12 ટકા
મુસ્લિમ 10 ટકા
દલિત 11 ટકા
ક્ષત્રિય 9 ટકા

જામનગર લોકસભા બેઠકમાં આ વિધાનસભા બેઠક

જાણવું એ પણ જરૂરી છે કે, જામનગર લોકસભા બેઠકમાં કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે,, GFX જણાવીએ કે, આ બેઠક પર,, કાલાવડ વિધાનસભા, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા બેઠકના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે.

કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ એવા પાલભાઈ આંબલિયા સાથે વાત

ખેતીની સાથે-સાથે પાંચ વર્ષમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ ઉંચાઈ પર પહોંચ્યો છે. ખેડૂતો માટે લડત ચલાવતા, જગતના તાત માટે અવાજ ઉઠાવતા, કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ એવા પાલભાઈ આંબલિયા સાથે પણ જામનગર લોકસભા બેઠક સંદર્ભે તેમનો મત જાણવાનો અમે પ્રયાસ કર્યો. પાલભાઇ આંબલિયાએ કહ્યું કે ગુજરાતમાં જમીન માપણીનો સૌથી મોટો પ્રશ્ન છે. ગુજરાતના એક પણ સાંસદે સંસદમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હોય તો તે જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરે.

2 લાખ 29 હજાર 823 મતની જંગી લીડ સાથે પૂનમબેનની જીત

વર્ષ 2019ના પરિણામ પર હવે એક નજર કરીએ તો સાંસદ પૂનમબેન માડમને આ બેઠક પરથી કુલ 61.03 ટકા મત મળ્યા હતા, કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા જોકે તેમનો પરાજય થયો હતો. પૂનમબેન માડમને કુલ 5 લાખ 63 હજાર 881 મત ગત લોકસભાની ચૂંટણીમાં મળ્યા હતા, આમ 2 લાખ 29 હજાર 823 મતની જંગી લીડ સાથે જનતાએ પૂનમબેનને આશીર્વાદ આપ્યા હતા.

જામનગર લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર

તો આ હતો જામનગર લોકસભા બેઠકનો સંપુર્ણ ચિતાર, બસ આવી જ રીતે બતાવતા રહીશું અમે એક બાદ એક તમામ લોકસભા બેઠકનો ભુતકાળ અને વર્તામન અહેવાલ. આપ વાંચતા રહો ગુજરાત ફર્સ્ટ.

આ પણ વાંચો—– Anand Lok Sabha seat : 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા

આ પણ વાંચો—- Panchmahal Lok Sabha : આદિવાસી અને ઓબીસી મતદારો ગેમચેન્જર

Whatsapp share
facebook twitter