+

Odisha માં હાર બાદ નવીન પટનાયકનું રાજીનામું, પોતાની સીટ પણ ન બચાવી શક્યા…

નવીન પટનાયકના બીજુ જનતા દળને ઓડિશા (Odisha)માં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લીધી છે. આ સાથે…

નવીન પટનાયકના બીજુ જનતા દળને ઓડિશા (Odisha)માં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લીધી છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશા (Odisha)ના CM અને બીજું જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપી દીધું છે. તેઓ આજે ભુવનેશ્વરમાં રાજભવન ખાતે રાજ્યપાલ રઘુબર દાસને મળ્યા હતા અને રાજીનામું આપ્યું હતું.

નવીન પણ પોતાની સીટ હારી ગયો

નવીન પટનાયક છેલ્લા 24 વર્ષમાં એક પણ ચૂંટણી હાર્યા નથી. જો કે આ વખતે તેમને તેમની વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. નવીન પટનાયકે ઓડિશાની હિંજલી અને કાંતાબાજી સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમણે હિંજલી બેઠક જીતી હતી. પરંતુ ભાજપના લક્ષ્મણ બેગે તેમણે કાંતાબાંજી બેઠક પર હરાવ્યા હતા.

આ પણ વાંચો : “હું NDA માં જ છું અને મિટિંગ માટે Delhi જઈ રહ્યો છું”, ચંદ્રબાબુ નાયડુએ કર્યું મોટું એલાન…

આ પણ વાંચો : Lok Sabha Election : 400 પાર કરવાના સૂત્રને શા માટે પૂરું ન કરી શક્યું BJP, આ છે તેના મુખ્ય કારણો…

આ પણ વાંચો : Delhi માં આજે NDA અને INDI બંનેની બેઠક, નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઈટમાં…

Whatsapp share
facebook twitter