+

શપથ પહેલા મહાન સપૂતોને સલામ, PM નરેન્દ્ર મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા…

મોદી સરકાર 3.0 નો શપથ ગ્રહણ સમારોહ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે યોજાશે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના PM બનવા જઈ રહ્યા છે. આ અંગે મોટા પાયે…

મોદી સરકાર 3.0 નો શપથ ગ્રહણ સમારોહ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે યોજાશે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના PM બનવા જઈ રહ્યા છે. આ અંગે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. શપથગ્રહણ પહેલા દિલ્હીમાં વિવિધ સ્થળોએ નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મલ્લિકાર્જુન ખડગેને શપથગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. જો કે, કોંગ્રેસ શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે અંગે ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે નિર્ણય લેવામાં આવશે.

આ પાડોશી દેશોએ આમંત્રણ સ્વીકાર્યું…

ભારતના પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓ PM અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના PM શેખ હસીના, મોરેશિયસના PM પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના PM પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના PM શેરિંગ તોબગે સમારંભમાં આમંત્રિત કર્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ નેતાઓને ભારતે તેની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની પ્રાથમિકતા હેઠળ સતત ત્રીજી વખત PM નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…

શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી નરેન્દ્ર મોદી અહીંથી અટલ જવા રવાના થયા.

કોંગ્રેસને આમંત્રણ, શપથ સમારોહમાં આવવા પર શંકા…

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. જો કે, કોંગ્રેસ શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે અંગે ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : રવિવારે સાંજે મોદીના શપથ ગ્રહણ, પછી શરૂ થશે પાકિસ્તાન સાથે મુકાબલો!

આ પણ વાંચો : સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામની ચર્ચા

આ પણ વાંચો : Oath Ceremony : મોદી રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે, જાણો કયા વિદેશી મહેમાનો હાજરી આપશે

Whatsapp share
facebook twitter