+

સરકાર બને તે પહેલાં જ JDUનું ચોંકાવનારું નિવેદન

JDU : એનડીએના સાથી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અકળાવે તેવા નિવેદનો કરી રહ્યા છે. એનડીએના સહયોગી જનતા દળ યુનાઈટેડ (JDU)એ મોટું નિવેદન આપતા કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)…

JDU : એનડીએના સાથી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અકળાવે તેવા નિવેદનો કરી રહ્યા છે. એનડીએના સહયોગી જનતા દળ યુનાઈટેડ (JDU)એ મોટું નિવેદન આપતા કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર અમારું સ્ટેન્ડ હજુ પણ એ જ છે. જેડીયુના મહાસચિવ અને પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે અમે ત્યારે પણ કહ્યું હતું કે તમામ રાજ્ય ધારકોને સાથે લઈને આ મામલે તેમના વિચારો સમજવાની જરૂર છે.

એનડીએના સાથી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અકળાવે તેવા નિવેદનો કરી રહ્યા છે

દેશમાં મોદી સરકાર 3.0 રચાય તે પહેલાં જ એનડીએના સાથી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અકળાવે તેવા નિવેદનો કરી રહ્યા છે. આ વખતે ભાજપે બહુમતી મેળવી ના હોવાથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અગાઉની સરકારની જેમ નિર્ણયો લઇ શકે તેવી સ્થિતીમાં નથી કારણ કે સાથી પક્ષોને પણ દરેક નિર્ણયમાં સહકારમાં લેવા પડશે. એક તરફ અત્યારે સાથી પક્ષો કેબિનેટમાં વિવિધ મંત્રાલયોની ડિમાન્ડ કરી રહ્યા છે ત્યારે સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ આજે ચોંકાવનારું નિવેદન કર્યું છે.

અગ્નિવીર યોજનાનો પુનર્વિચાર કરવાની જરૂર

જેડીયુના મહાસચિવ અને પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે વન નેશન, વન ઈલેક્શનને અમારુ સમર્થન છે. જ્યાં સુધી એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો સવાલ છે, અમે તેના સમર્થનમાં છીએ. અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતાં કેસી ત્યાગીએ કહ્યું કે અગ્નિવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી હતી. આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે

કેસી ત્યાગીએ કહ્યું, ‘અમે એનડીએના મજબૂત ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છીએ. અમે NDA સરકારમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારીઓ સંભાળી છે. અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ કે જો બિહારમાંથી હિજરત રોકવી હોય તો તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તે વડાપ્રધાનનો વિશેષાધિકાર છે કે તેઓ કોને કયું મંત્રાલય આપશે. અમારી આવી કોઈ માંગ નથી.

આ પણ વાંચો—- Result 2024 : દિલ્લીમાં ભાજપે અચાનક બોલાવી મોટી બેઠક..!

આ પણ વાંચો– NDA પાસે નીતિશ કુમાર તો INDIA પાસે છે શરદ પવાર, જાણો કેટલો ખાસ હશે તેમનો રોલ

Whatsapp share
facebook twitter