+

Gujarat : રાજ્યમાં ક્ષત્રિય સમાજનો ઠેર ઠેર વિરોધ

Gujarat: લોકસભાની ચૂંટણી પહેલાં જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો( Kshatriya Samaj )વિશે કરેલું વિવાદિત નિવેદન હવે ખુદ રૂપાલા માટે માથાનો દુ:ખાવો બન્યું છે. જાહેરમાં બે-બે વાર માફી માગવા છતાં ક્ષત્રિયો વિવાદ…

Gujarat: લોકસભાની ચૂંટણી પહેલાં જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો( Kshatriya Samaj )વિશે કરેલું વિવાદિત નિવેદન હવે ખુદ રૂપાલા માટે માથાનો દુ:ખાવો બન્યું છે. જાહેરમાં બે-બે વાર માફી માગવા છતાં ક્ષત્રિયો વિવાદ શાંત કરવા તૈયાર નથી. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ત્યારે આ જ માગને પુરી કરવા માટે ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધની તૈયારી કરી લીધી છે. ત્યારે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં છે. ક્ષત્રિયોનો રોષ પરશોત્તમ રૂપાલા (Parasottam Rupala) સામે સતત વધી રહ્યો છે. રાજકોટ ,પાટણ અમદાવાદ સહિતના  જિલ્લાઓમાં  ઠેર ઠેર  વિરોધ કરવામાં  આવી  રહ્યો  છે.

 

રુપાલા વિરુદ્ધ રાજ્યમાં પ્રદર્શન

પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો જે ધીરેધીરે મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. મહેસાણામાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પત્ર આપી રૂપાલા સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શીલા શેખાવત દ્વારા રુપાલાની ટીપ્પણીને વખોડી છે અને રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરવામાં આવી છે. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગરમાં ભાજપ માટે પ્રવેશબંધી

પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીકા ટીપ્પણીઓ મામલે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશ નહીં આપવામાં આવે. સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી કેસરિયા પેઢડા મોઢવાણા સહિતના ગામોમાં પોસ્ટર લગાવી અને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી 5 ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી મૂકાઈ છે. પહેલાથી જ સુરેન્દ્રનગર ભાજપમાં લોકસભાની બેઠક ઉપર ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપ્યા બાદ ઉકળતો ચરૂ છે. ત્યાં બીજી તરફ હવે પ્રવેશબંધીના પોસ્ટર વોરથી ભાજપની ચિંતા વધી.

 

રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો

રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.

સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરનો ઈનકાર

ભીખાજી ઠાકોરે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ આ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની પત્નીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના વિરોધમાં 26 માર્ચે ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોડાસા શહેરમાં પાર્ટી કાર્યાલયની બહાર એકઠા થયા હતા. તેમને મનાવવા માટે પાર્ટી હાઈકમાન્ડે અનેક રાઉન્ડ બેઠકો યોજી હતી.

 

શોભના બારૈયાનો પણ વિરોધ કર્યો હતો

બીજી તરફ ભાજપના હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહ ઝાલાએ ખુલ્લો પત્ર લખીને શોભના બારૈયાની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. ઝાલાએ દાવો કર્યો, મેં કહ્યું છે કે પાર્ટીએ એવી મહિલાને ટિકિટ ન આપવી જોઈએ જે તેની મહિલા પાંખની સભ્ય નથી. તે (શોભના) પાર્ટી સાથે જોડાયેલી નથી. તેમના પતિ ભાજપમાં જોડાયા છે પરંતુ તેઓ પક્ષના સભ્ય નથી. જો કે, શોભના બારૈયાએ આ દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું, મને જનતાનો ટેકો અને વિશ્વાસ મળી રહ્યો છે. મારા પતિ 5,000 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા અને હું પણ વડાપ્રધાન  મોદી સાહેબની વિચારધારા સાથે જોડાયેલો છું અને તેથી જ મોદી સાહેબે મને તેમના આશીર્વાદ આપ્યા છે.

 

અમદાવાદ સુધી આગ પહોંચી

પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે વિરોધ યથાવત છે. ત્યારે રાજકોટની આગ અમદાવાદ પહોંચી છે. રાજકોટથી વિરોધની અસર અમદાવાદ સુધી થઈ છે. સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ દર્શાવીને આવેદનન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ છે.

 

આ  પણ  વાંચો- Sabarkantha : લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટું ઘમાસાણ, સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત…

આ  પણ  વાંચો Shankarsinh : દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત રચાઇ હતી

આ  પણ  વાંચો- Rupala Controversy : પરશોત્તમ રૂપાલાનો વિવાદને લઈને CR Patil ના નિવાસસ્થાને મહત્વની બેઠક

 

 

Whatsapp share
facebook twitter