+

Modi Government 3.0: સ્પીકરનું પદ તો….

Modi Government 3.0 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ દેશ હવે નવી સરકારની રાહ જોઈ રહ્યો છે. NDAને બહુમતી મળ્યા બાદ દેશમાં ફરી એકવાર મોદી સરકારની ખાતરી થઈ ગઈ છે.…

Modi Government 3.0 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ દેશ હવે નવી સરકારની રાહ જોઈ રહ્યો છે. NDAને બહુમતી મળ્યા બાદ દેશમાં ફરી એકવાર મોદી સરકારની ખાતરી થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે. મોદી સરકાર 3.0 (Modi Government 3.0) માં, PM મોદી 9 જૂને વડા પ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાન પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદી સતત ત્રણ વખત પીએમ બનવાના પંડિત નેહરુના રેકોર્ડની બરાબરી કરશે. સહયોગી પક્ષોને કેટલા ખાતા આપવા તે દિશામાં ચર્ચા કરવા આજે ભાજપની ખાસ બેઠક મળી હતી.

આજે મળી ભાજપની ખાસ બેઠક

હાલ એનડીએના સાથી પક્ષો અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે નવી સરકારમાં મંત્રાલયોની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી છે. જેડીયુ અને ટીડીપીએ કેટલાક મંત્રાલયોની માગ કરી હોવાનો સુત્રો દાવો કરી રહ્યા છે.બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી . જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર હતા. નવી સરકાર અને કેબિનેટ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. સાથી પક્ષો સાથે વાતચીત માટે રચાયેલી ભાજપના વરિષ્ઠ નેતાઓની સમિતિમાં અમિત શાહ અને રાજનાથ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથી પક્ષો સાથે વાતચીતનો એજન્ડા શું હોવો જોઈએ, તેમને કેબિનેટમાં કયા પ્રમાણમાં સ્થાન આપવું જોઈએ અને અપક્ષ સાંસદોને કેવી રીતે સ્થાન આપવું તે અંગે મહત્વની ચર્ચાઓ થઈ રહી છે. નડ્ડાના નિવાસસ્થાને ચાલી રહેલી આ બેઠકમાં RSSના પદાધિકારીઓ દત્તાત્રેય હોસબાલે, સુરેશ સોની, અરૂણ કુમાર પણ હાજર હતા.

ભાજપ સ્પીકરનું પદ ટીડીપીને આપવા માગતું નથી

બેઠક બાદ ભાજપે સહયોગી પક્ષોને ખાતા ફાળવણીને લઈને નવી ફોર્મ્યુલા આપી છે. સુત્રોએ કહ્યું કે 5 સાંસદો પર એક કેબિનેટ મંત્રીની ફોર્મ્યુલા આપવામાં આવી છે. જો કે ભાજપે સ્પીકરપદ અંગે મોટો નિર્ણય લીધો છે અને ભાજપ સ્પીકરનું પદ ટીડીપીને આપવા માગતું નથી. શિવસેના-LJPને મળી શકે છે 2-2 મંત્રાલય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો—- OATH : પાછી બદલાઇ વડાપ્રધાન પદના શપથ ગ્રહણની તારીખ

આ પણ વાંચો— Maharashtraના રાજકારણમાં નવાજૂનીના સંકેત

આ પણ વાંચો— સરકાર બને તે પહેલાં જ JDUનું ચોંકાવનારું નિવેદન

Whatsapp share
facebook twitter