+

BY-ELECTIONS : ગુજરાતની 5 બેઠકોના BJP ના આ રહ્યા મુરતિયા

BY-ELECTIONS : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો પર યોજાનારા BY-ELECTIONS માં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં તાજેતરમાં કોંગ્રેસમાંથી તથા અપક્ષ તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને ભાજપે…

BY-ELECTIONS : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો પર યોજાનારા BY-ELECTIONS માં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં તાજેતરમાં કોંગ્રેસમાંથી તથા અપક્ષ તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી દીધી છે.

પેટાચૂંટણીના BJP ના ઉમેદવારો જાહેર કરાયા

પેટાચૂંટણીના BJP ના ઉમેદવારો જાહેર કરાયા છે જેમાં પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયા, વિજાપુર બેઠક પર સી.જે.ચાવડા, માણાવદર બેઠક પર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક પર ચિરાગ પટેલ અને વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. આ તમામ પૈકી 4 આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડીયાના અપક્ષ ઉમેદવાર હતા

ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડીયાના અપક્ષ ઉમેદવાર હતા અને તેઓ રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે તમામ લોકો મોદી સાહેબ અને ભાજપને વરેલા છે. ભાજપમાં શાંતી છે. હું પહેલા પણ વાઘોડીયાના વિકાસની વાતો કરીને મે મત મેળવ્યા હતા અને હવે પણ વાઘોડીયાના વિકાસની વાતો કરીને મત મેળવીશ.

સી.આર.પાટીલે સંકેત પણ આપી દીધો હતો

ખંભાત બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા હતા અને ત્યારે જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંકેત પણ આપી દીધો હતો.

અર્જુન મોઢવાડિયા પોરબંદરથી લડશે

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જો કે ભાજપે તેમને પોરબંદર બેઠક પરથી જ તેમને ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો—– ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાની સ્થિતિ, છોટુ વસાવા પોતે લડી શકે છે ચૂંટણી

આ પણ વાંચો—- Gujarat First EXCLUSIVE : ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું છલકાયું દર્દ, વાંચો અહેવાલ

આ પણ વાંચો— BJP : ભીખાજી ઠાકોર અને મિતેશ પટેલે આખરે શું કહ્યું

Whatsapp share
facebook twitter