+

West Bengal: ડિવોર્સી કપલ ચૂંટણી મેદાનમાં સામસામે, રોચક મુકાબલો

West Bengal: રાજનીતિના કારણે પતિ-પત્ની તરીકે અલગ થયા અને હવે ફરી એ જ રાજનીતિએ તેમને સામસામે લાવી દીધા છે. પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાની બિષ્ણુપુર (bhishnupur) લોકસભા બેઠક ફરી ચર્ચામાં છે.…

West Bengal: રાજનીતિના કારણે પતિ-પત્ની તરીકે અલગ થયા અને હવે ફરી એ જ રાજનીતિએ તેમને સામસામે લાવી દીધા છે. પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાની બિષ્ણુપુર (bhishnupur) લોકસભા બેઠક ફરી ચર્ચામાં છે. અહીં ડિવોર્સી કપલ હવે સામસામે ચૂંટણી લડશે. તૃણમુલ કોંગ્રેસે (TMC) સુજાતા મંડલને બાંકુરા જિલ્લાની બિષ્ણુપુર (bhishnupur) બેઠકથી ટિકિટ આપી છે. જે તેના પૂર્વ પતિ અને ભાજપા ઉમેદવાર સૌમિત્ર ખાન સામે ચૂંટણી લડશે. ભાજપે સૌમિત્રને બિષ્ણુપુર (bhishnupur)થી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રાજનીતિએ ભલે તેમને અલગ કર્યા હોય, પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ બાદ અલગ થઈ ગયા હોય પણ બંગાળની રાજનીતિમાં આ તૂટેલી જોડી ફરીથી સામસામે છે.

SUJATA MONDAL VS SUMITRA KHAN

વાત છે TMCના નેતા સુજાતા મંડલ (Sujata Mandal) અને ભાજપના નેતા સૌમિત્ર ખાન (Soumitra Khan)ની, એક સમય એવો હતો જ્યારે બંને સાથે પ્રચાર કરતા હતા. સુજાતાએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં પોતાના પતિ માટે પ્રચાર કર્યો હતો અને ઘરે-ઘરે જઈને મત માંગ્યા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. લાંબા સમયથી રાજકારણના પ્રવાહમાં બંનેના માર્ગો છૂટા પડ્યા હતા. સૌમિત્ર (Soumitra Khan)એ ભીની આંખે સુજાતાને વિદાય આપી. રાજકારણે તેમના રસ્તા અલગ કર્યા હોવા છતાં તેઓ ફરી સામસામે છે. વર્ષ 2021માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. એ પહેલા સૌમિત્ર ખાન (Soumitra Khan) અને સુજાતા મંડલ વચ્ચે અણબનાવ થયો હતો. જો કે TMC આ બેઠક જીતી ગઈ હતી. સૌમિત્રના પત્ની જ્યારે TMCના સભ્ય તરીકે રાજનીતિમાં જોડાયા તો તેમણે કેમેરા સામે તલાકની જાહેરાત કરી હતી. સૌમિત્રની ગણના બિષ્ણુપુરના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા.

સુજાતા મંડલે (Sujata Mandal) 2021ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લીધો હતો. તેમણે ભાજપ અને સૌમિત્ર ખાન (Soumitra Khan)ને છોડીને તૃણમૂલમાં જોડાયા. ટીએમસીએ તેમને આરામબાગથી ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ સુજાતા જીતી શક્યા ન હતા. ત્યારબાદ પંચાયત ચૂંટણીમાં તૃણમૂલે ફરી એકવાર સુજાતા પર વિશ્વાસ કર્યો. આ વખતે સુજાતાએ (Sujata Mandal) પણ ટીમનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો. સુજાતા મંડલ, જેઓ ‘ખાન’ પદવી સાથે જોડાવા માંગતા ન હતા, તે હવે બાંકુરા જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુજાતા (Sujata Mandal)એ રાજનીતિના ક્ષેત્રમાં પોતાની અસર છોડી છે. હવે જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે સૌમિત્રને સરળતાથી નિશાન બનાવવાનું ચૂકતી નથી. હવે જોઈએ કે સુજાતા ચૂંટણીમાં સૌમિત્ર (Soumitra Khan)ને કેટલી હરીફાઈ આપી શકે છે?

TMC VS BJP

TMC VS BJP

કોણ છે સૌમિત્ર ખાન?

સૌમિત્ર ખાને (Soumitra Khan) પોતાની રાજકીય ઇનિંગ્સ કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. 2011માં પણ તેઓ કોંગ્રેસની ટિકિટ પર કતુલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ પછી, વર્ષ 2014માં તેઓ TMCમાં જોડાયા. 2014માં TMCની ટિકિટ પર બિષ્ણુપુર બેઠક પરથી સીપીઆઈ(એમ)ની બે વખત સાંસદ સુસ્મિતા બૌરીને હરાવીને આ બેઠક જીતી હતી. 2019માં લોકસભા ચૂંટણી પહેલાં ખાન ભાજપમાં જોડાયા અને ભાજપ માટે આ બેઠક જીતી. ખાનના નજીકના સહયોગીની પોલીસે ગેરકાયદેસર હથિયાર ખરીદીના કેસમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ ખાને ટીએમસી છોડી દીધી હતી. આ વર્ષે પણ ભાજપે આ બેઠક પરથી ખાનને ટિકિટ આપી છે.

કોણ છે સુજાતા મંડલ?

સુજાતા મંડલ ટીએમસીના નેતા છે. સુજાતા (Sujata Mandal) ડિસેમ્બર 2020માં ટીએમસીમાં જોડાયા હતા. સુજાતાએ વર્ષ 2021માં ટીએમસીની ટિકિટ પર અરામબાગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તે આ ચૂંટણી ભાજપના મધુસૂદન બાગ સામે હારી ગઈ હતી. આ પછી સુજાતાએ જોયપુર પંચાયત સમિતિ, બિષ્ણુપુરથી ચૂંટણી લડી અને હવે તે મત્સ્ય કર્માધ્યક્ષ છે.

બિષ્ણુપુર લોકસભા બેઠકનું ગણિત
  • પશ્ચિમ બંગાળની પ્રમુખ સંસદીય ક્ષેત્ર પૈકી એક
  • અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક છે બિષ્ણુપુર
  • 1952થી 2014 સુધી કોંગ્રેસ, CPIનો કબજો રહ્યો
  • 2014ની ચૂંટણીમાં TMCએ મેળવી હતી જીત
  • 2019માં ભાજપના સૌમિત્ર ખાને જીત મેળવી હતી
  • બાંકુરા અને વર્ધમાન જિલ્લાનો થાય છે સમાવેશ
  • ટેરાકોટા મંદિર, બલૂચી સાડી માટે છે લોકપ્રિય
  • બિષ્ણુપુર બેઠકમાં 7 વિધાનસભા મતક્ષેત્રનો સમાવેશ
  • 7 પૈકી 5 બેઠક પર ભાજપ, 2 પર TMCનો કબજો
  • ઓંદા, બિષ્ણુપુર, કાતુલપુરમાં ભાજપના ધારાસભ્ય
  • ઈંદાસ, સોનામુખી બેઠક પર ભાજપના ધારાસભ્ય
  • બારજોડા અને ખંડઘોષમાં TMCના ધારાસભ્ય
બિષ્ણુપુરનું જાતિગત સમીકરણ
  • બૌદ્ધ – 0.02 ટકા
  • ઈસાઈ – 0.14 ટકા
  • જૈન – 0.08 ટકા
  • મુસ્લિમ – 13.6 ટકા
  • SC – 37.1 ટકા
  • ST – 3.6 ટકા
  • શીખ – 0.04 ટકા

આ પણ વાંચો : CAA : ‘આ પહેલા થવું જોઈતું હતું’, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે CAA નોટિફિકેશનનું સ્વાગત કર્યું…

આ પણ વાંચો : Haryana ના રાજકારણમાંથી મોટા સમાચાર, મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે…

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : BJP એ ઉમેદવારોને લઈને મોડી રાત સુધી મંથન કર્યું, મોદી-શાહ રહ્યા હાજર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter