+

Saurashtra : સુરતમાં ભાજપની બિનહરીફ જીત થતા હવે નવી રણનીતિ તૈયાર

Saurashtra : સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની ઐતિહાસીક રીતે બિનહરીફ જીત થતાં ભાજપમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતની 26 બેઠકો પૈકી એક સુરતની બેઠક…

Saurashtra : સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની ઐતિહાસીક રીતે બિનહરીફ જીત થતાં ભાજપમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતની 26 બેઠકો પૈકી એક સુરતની બેઠક બિનહરીફ વિજેતા જાહેર કરાયા બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ બેવડો થઇ ગયો છે. હવે સુરતમાં ચૂંટણી ન થવાની હોવાથી સુરતના ભાજપના કાર્યકરો સૌરાષ્ટ્ર (Saurashtra)ની અગત્યની બેઠકો પર ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા રવાના થઇ ગયા છે.

સુરતના ભાજપના કાર્યકરો અન્ય જીલ્લામાં જશે

સુરતમાં ભાજપની બિનહરીફ જીત થતા હવે નવી રણનીતિ તૈયાર કરાઇ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય અપક્ષ અને બસપાના ઉમેદવારે પણ સોમવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું જેથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જીલ્લા ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતા. હવે સુરતમાં ચૂંટણી યોજવાની નથી જેથી સુરતના ભાજપના કાર્યકરો અન્ય જીલ્લામાં જઇને ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે તેવી નવી રણનીતિ તૈયાર કરાઇ છે.

ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર માટે સૌરાષ્ટ્ર જવા રવાના

સુરત ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર માટે સૌરાષ્ટ્ર જવા રવાના થઇ ગયા છે. મુળ સૌરાષ્ટ્રના આ કાર્યકરો
સૌરાષ્ટ્રની 5 બેઠકોના ઉમેદવારો માટે પ્રચાર કરશે. સૌરાષ્ટ્રની અગત્યની ગણાતી રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, જામનગર ખાતે આ કાર્યકરો પ્રચાર કરશે. આ સાથે સુરત બેઠકથી ભાજપના વિજેતા સાંસદ મુકેશ દલાલ પણ આ બેઠકો પર પ્રચાર કરશે.

આ પણ વાંચો—– Nilesh Kumbhani : ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ! શું હવે નિલેશ કુંભાણી BJP માં જોડાશે ?

આ પણ વાંચો—- Surat માંથી બિનહરીફ ચૂંટણી જીત્યા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનું પ્રથમ નિવેદન… Video

આ પણ વાંચો—- CR Patil : સુરતમાં ઐતિહાસિક જીત બાદ CR પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- પોતાની ભૂલો છુપાવવા માટે..!

આ પણ વાંચો—- Surat : BJP ની ઐતિહાસિક જીત! મુકેશ દલાલ બન્યા બિનહરીફ સાંસદ, સત્તાવાર રીતે અપાયું જીતનું સર્ટિફિકેટ

Whatsapp share
facebook twitter