+

Banaskantha : 11 ગામ વચ્ચે સૌથી વધુ મતદાન થાય તે માટે હરીફાઇની જાહેરાત

Banaskantha : બનાસકાંઠા (Banaskantha) લોકસભા બેઠકના થરાદ મત વિસ્તારમાં 11 ગામો વચ્ચે સૌથી વધુ મતદાન થાય તે માટે હરીફાઇની જાહેરાત કરાઇ છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ આ 11 ગામોના…

Banaskantha : બનાસકાંઠા (Banaskantha) લોકસભા બેઠકના થરાદ મત વિસ્તારમાં 11 ગામો વચ્ચે સૌથી વધુ મતદાન થાય તે માટે હરીફાઇની જાહેરાત કરાઇ છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ આ 11 ગામોના આગેવાનોને વધુ મતદાન કરાવવા અપીલ કરી છે અને સૌથી વધુ મતદાન થાય તે ગામને વિકાસના કામો માટે ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે કસોકસ ફાઇટ

બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે કસોકસ ફાઇટ થઇ રહી છે. બીજી તરફ બનાસકાંઠાના થરાદ મત વિસ્તારના 11 ગામો વચ્ચે સૌથી વધુ મતદાન થાય તે માટેની હરીફાઇની જાહેરાત પણ કરાઇ છે. ગુજરાત વિધાનસભા અધ્ય શંકરભાઇ ચૌધરીએ આ જાહેરાત કરી છે.

થરાદ મત વિસ્તારના 11 ગામો માટે વધુ અને સારા મતદાનની હરીફાઈની જાહેરાત

શંકરભાઇ ચૌધરીએ બનાસકાંઠા થરાદ મત વિસ્તારના 11 ગામો માટે વધુ અને સારા મતદાનની હરીફાઈની જાહેરાત કરી છે. તેમણે
આ વિસ્તારના 11 ગામોના આગેવાનોને અપીલ કરી છે અને દરેક ગામમાંથી સારુ મતદાન કરનાર અને સૌથી વધુ મતદાન કરનાર ગામને વિકાસના કામો માટે ઇનામ આપવાની પણ જાહેરાત કરાઇ છે.

પ્રથમ આવનાર ગામને 25 લાખ વિકાસના કામ માટે અપાશે

સારુ અને વધુ મતદાન કરી એક થી સાત નંબર લાવનાર ગામને વિકાસ માટે ઇનામ અપાશે. પ્રથમ આવનાર ગામને વિકાસના કામ માટે રૂ 25 લાખ આપવામાં આવશે અને બીજા નંબરે આવનાર ગામને 20 લાખનું ઈમાન આપશે. લાખણી તાલુકાના ગેળા ગામ માંથી વિકાસ માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુ મતદાન માટે અપીલ સાથે વિનંતી કરી હતી.

આ પણ વાંચો—- VADODARA : લોકસભાના બેઠકના BJP ના ઉમેદવારને PM MODI નો પત્ર

આ પણ વાંચો—– PM Modi in Gujarat : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM મોદી રાજ્યના 2 દિવસીય પ્રવાસે, અહીં સંબોધશે વિજય વિશ્વાસ સભા

આ પણ વાંચો—- SURAT : ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને HC થી મોટી રાહત, જાણો શું છે સમગ્ર મામલો ?

Whatsapp share
facebook twitter