+

Bhavnagar : તળાવમાં 4 બાળકીઓના મોત મામલે કોંગ્રેસ નેતાએ Video બનાવી કર્યા ગંભીર આક્ષેપ

ભાવનગરમાં (Bhavnagar) આજે ચકચારી ઘટના બની હતી. બોરતળાવમાં કપડાં ધોવા ગયેલી 5 કિશોરી તળાવમાં પડી જતાં 4 કિશોરીઓના મોત નીપજ્યાં હતા. આ મામલે હવે કોંગ્રેસના નેતાએ વીડિયો બનાવીને ભાવનગર મહાનગરપાલિકા…

ભાવનગરમાં (Bhavnagar) આજે ચકચારી ઘટના બની હતી. બોરતળાવમાં કપડાં ધોવા ગયેલી 5 કિશોરી તળાવમાં પડી જતાં 4 કિશોરીઓના મોત નીપજ્યાં હતા. આ મામલે હવે કોંગ્રેસના નેતાએ વીડિયો બનાવીને ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) પર ગંભીર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવતા કહ્યું કે, 4 બાળકીના મોત મામલે મનપા તંત્ર જવાબદાર છે.

વિપક્ષ નેતાના ભાવનગર મહાનગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપ

ભાવનગરના તળાવમાં ડૂબી જતાં 4 બાળકીઓના મોત મામલે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ (Congress leader) નેતાએ વીડિયો બનાવીને ભાવનગર નગરપાલિકા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને હાલના બોરતળાવ વોર્ડના જ નગરસેવક જયદીપસિંહ ગોહિલે (Jaideep Singh Gohil) વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો, જેમાં મનપા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 4 બાળકીઓના મોત મામલે મહાનગરપાલિકાનું તંત્ર જવાબદાર છે. તેમણે આગળ કહ્યું કે, જે તે સમયે ખાનગી એજન્સીને ખોદકામ માટેની મંજૂરી આપી એ સમયે તળાવમાં મનફાવે તેમ મોટા-મોટા ખાડા ખોદી નાખ્યા છે, જેના કારણે આ ઘટના બની છે. કોંગ્રેસ નેતાના આ વીડિયો બાદ ભાવનગરમાં રાજકારણ ગરમાયું છે.

5 પૈકી 4 બાળકીઓના ડૂબી જતા મોત

જણાવી દઈએ કે, આજે ભાવનગરમાં (Bhavnagar) સૌથી મોટી કરૂણાંતિકા સર્જાઇ હતી. ભાવનગરના બોરતળાવમાં કપડાં ધોવા ગયેલી 5 કિશોરી ડૂબી જતાં 4 ના મોત થયા હતા. બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી હતી, જેથી નજીકમાં રહેલા લોકો ઘટનાસ્થળ પહોંચ્યા હતા અને બાળકીઓને તળાવમાંથી કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જો કે, હોસ્પિટલ પહોંચતા 4 બાળકીઓને મૃત જાહેર કરાઈ હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો – Bhavnagar : બોર તળાવમાં ડૂબી જતાં 4 કિશોરીના મોત

આ પણ વાંચો – Surat : ગેરેજમાંથી નીકળી યુવક બાઇક પર બેઠો અને અચાનક ઢળી પડ્યો… થયું મોત

આ પણ વાંચો – Mehsana : ભાજપના જ ધારાસભ્યે જ દારૂબંધીની પોલ ખોલતાં ખળભળાટ

Whatsapp share
facebook twitter