+

CR Patil : આજે કોંગ્રેસ નેતૃત્વહીન છે અને તેથી BJP માં કાર્યકરો જોડાઇ રહ્યા છે

CR Patil : લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભારે ફેરબદરલ થઇ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના અગ્રણી સી.જે.ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ આજે…

CR Patil : લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભારે ફેરબદરલ થઇ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસના અગ્રણી સી.જે.ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ આજે તેઓ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) આજે સી.જે.ચાવડાને કેસરિયો ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું

મહેસાણામાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા ભાજપમાં જોડાયા હતા. મહેસાણામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ ઉપસ્થિતરહ્યા હતા. સી.જે.ચાવડાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.

મોદી સાહેબની શક્તિઓ મુશ્કેલીમાં ખીલી ઉઠે છે

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્ય સી.આર.પાટીલે કહ્યું કે આ દેશને કોઇ નેતૃત્વ આપી શકે, દેશનો ઉત્કર્ષ કરી શકે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે અને મોદીસાહેબ પર વિશ્વાસ રાખી દેશમાંથી અનેક લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે. કોરોનાની રસી બનાવીને મોદી સાહેબે લોકોને મફતમાં રસી અપાવી હતી. મોદી સાહેબની શક્તિઓ મુશ્કેલીમાં ખીલી ઉઠે છે. તેમના મનમાં સંક્લપ છે કે આ દેશ માટે કંઇક કરીશ. તેમના ચાર સંકલ્પ છે. મહિલાઓ માટે હું કંઇક કરીશ. આજે દરેક જગ્યાએ દીકરીઓને ચાન્સ મળે છે. તેમનો બીજો સંકલ્પ યુવાનો માટે છે. યુવાનોની ટેલેન્ટને તક આપવી જોઇએ. તેમને તક આપીને યુવાનોને નિરાશ થવા નહી દઉં અને યુવાનોને સમૃદ્ધ કરવા નો તેમનો સંકલ્પ છે. ત્રીજો સંકલ્પ ખેડૂતો માટે કર્યો છે. કિસાન જગતનો તાત છે. તેને મદદ મળતી ન હતી. ખેડૂતો માટે સીધી કોઇ યોજના ન હતી. તેમણે દરેક ખેડૂતના ખાતામાં 6 હજાર નાંખ્યા. ખેડૂતોને લાચારીમાંથી બહાર કાઢવા સંકલ્પ કર્યો છે. તેમનો ચોથો સંકલ્પ ગરીબો માટે છે. કોઇ પણ સમાજનો વ્યક્તિ ગરીબ હોઇ શકે પણ તેમના માટે કોઇ યોજના નથી. તેમણે યોજના બનાવીને 25 કરોડ લોકોને ગરીબોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. આ દેશમાં એક પણ વ્યક્તિ ગરીબ ના હોવો જોઇએ .તેમના માટે મકાનો પણ બનાવ્યા છે. મકાનોની ક્વોલિટી પણ સારી છે. ગરીબ આજે મોદી સાહેબને યાદ કરે છે.

આજે કોંગ્રેસ નેતૃત્વહીન થઇ ગઇ છે

તેમણે કહ્યું કે છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસના અધૂરા વચનો મોદી સાહેબે પૂરા કર્યા છે. ભાજપે આજ સુધી આપેલા વચનો પૂરા કર્યા છે. મોદી અન અમીતભાઇની જોડી છે. તેઓ ધમકીથી ગભરાયા વગર 370મી કલમ હટાવી દીધી અને સખ્તાઇથી તેનો અમલ કર્યો. 400 વર્ષથી રામ મંદિરની લડાઇ ચાલતી હતી. અનેક લોકો શહીદ થયા. જે રામના નથી થયા તે તમારા ક્યાંથી થશે. ભગવાન રામ વર્ષો સુધી ટેન્ટમાં રહ્યા પણ મોદી સાહેબે તેમના માટે મહેલ જેવું મંદિર બનાવ્યું. આજે રોજના બેથી ત્રણ લાખ લોકો રામજીના દર્શન કરવા જાય છે. રામના અસ્તિત્વ પર સવાલો કરનારા લોકો આજે ઘર ભેગા થઇ ગયા છે. તેમણે હમણાં જ લોકસભામાં કહ્યું કે આજે તો તમે 40 છો પણ હવે પ્રેક્ષક ગેલેરીમાં જોવા મળશો. આજે કોંગ્રેસ નેતૃત્વહિન થઇ ગઇ છે જેથી કાર્યકરો નિરાશ થયા અને તેમને મોદી સાહેબમાં ભવિષ્ય દેખાય છે. તેમણે કહ્યું કે 156 બેઠકમાં મારુ કોઇ યોગદાન નથી. મોદીસાહેબની લોકપ્રિયતા, અમિતભાઇનું વિઝન અને કાર્યકરોની મહેનત હતી. હવે આપણે 5 લાખની લીડ સાથે બધી સીટ જીતીશું તેવો સંકલ્પ કરીએ અને ગુજરાત તથા દેશને વિકસીત કરીએ.

સી. જે. ચાવડાએ રમણલાલ પટેલને હરાવ્યા હતા

સી. જે. ચાવડાએ રમણલાલ પટેલને હરાવ્યા હતા અને આજે સી. જે. ચાવડા રમણલાલ પટેલને સ્ટેજ પર ગળે મળ્યા હતા. રમણલાલ પટેલ
વિજાપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. આ પ્રસંગે લોકસભા સંસદ શારદાબેન પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ પણ ઉપસ્થિત હતા. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને પણ સ્ટેજ પર સ્થાન અપાયું હતું.

કોંગ્રેસને જોઈએ એ દિશા બતાવવા લિડરશીપ જેવું કોઈ રહ્યું નથી

ભાજપમાં જોડાવા મામલે સી જે ચાવડાએ જણાવ્યું કે આજથી હું કોંગ્રેસમાં રહ્યો નથી, હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને જોડાઈ રહ્યો છું. તેમણે કહ્યું કે મને કોઈ પદની લાલચ આપવામાં નથી આવી પણ મારી કેપિબલિટી જોવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અટવાયેલી છે. ભટકાયેલી કોંગ્રેસને જોઈએ એ દિશા બતાવવા લિડરશીપ જેવું કોઈ રહ્યું નથી. સર્જીકલ સ્ટ્રાઈક, રામ મંદિર, કોરોના વેકસીન ન વાત હોય આવામાં નેગીટીવીટી ના હોય. તેમણે કહ્યું કે આજે 1500 કાર્યકરો અને અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. મે આ જિલ્લામાં કામ કર્યું છે કોને શુ જોઈએ એ હું માહિતગાર છું અને મારે જે કામ કરવાનું થશે જ્યાં ચૂંટણી લડવાની થશે એના માટે હું તૈયાર છું.

વિજાપુરના ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

ઉલ્લેખનિય છે કે સોમવારે સવારે વિજાપુરના ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. નાથાલાલ પટેલના રાજીનામાથી કોંગ્રેસના ગઢનો વધુ એક કાંગરો ખરી પડ્યો હતો.

આ પણ વાંચો—-AHMEDABAD : PM મોદીએ એક સાથે સવા લાખ મકાનોની ચાવી આપી : અમિત શાહ

આ પણ વાંચો--GUJARAT POLITICS : લોકસભા ચૂંટણી પહેલા વિજાપુરના રાજકારણમાં ગરમાવો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter