+

Lok Sabha Elections: ‘બૂથથી લઈને યૂથ સુધી’ જાણો ઉત્તર પ્રદેશમાં કેવી છે ભાજપની તૈયારી?

Lok Sabha Elections: ભારતમાં અત્યારે લોકશાહીના સૌથી મોટા પર્વની તૈયારીઓ ચાલી રહીં છે. દરેક પાર્ટીઓ પોતાનો પ્રચાર કરી રહીં છે. જ્યારે ભાજપની વાત કરવામાં આવે તો, ઉત્તર પ્રદેશમાં ભાજપ તાડમાર…

Lok Sabha Elections: ભારતમાં અત્યારે લોકશાહીના સૌથી મોટા પર્વની તૈયારીઓ ચાલી રહીં છે. દરેક પાર્ટીઓ પોતાનો પ્રચાર કરી રહીં છે. જ્યારે ભાજપની વાત કરવામાં આવે તો, ઉત્તર પ્રદેશમાં ભાજપ તાડમાર તૈયારી કરી રહ્યું છે. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ભાજપ ‘મિશન 80’ અંતર્ગત તૈયારી કરી રહ્યું છે. 2019 માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં બેઠકો પરથી ભાજપને હાર મળી હતી તે બેઠકને અત્યારે રેડ ઝોનમાં રાખીની ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, આ 16 બેઠકોમાંથી પેટાચૂંટણીમાં પાર્ટીએ બે બેઠકો જીતી હતી. હવે આ લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું ધ્યાન તે સીટો પર પણ છે કે જેના પર જીત-હારનું માર્જીન 15 હજારથી ઓછું હતું.

ઉત્તર પ્રદેશની તમામ બેઠકો પર જીતવા બીજેપીનો પ્રયાસ

નવી રણનીતિની વાત કરવામાં આવે તો ભાજપને જે બેઠકો પરથી હાર મળી હતી તેના પર તો મહેનત કરી જ રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે જે બેઠકો પર ઓછા મતોના માર્જીનથી જીત મળી હતી. તે બેઠકને પણ ચૂંટણીના પ્રચાર માટે રેડ ઝોનમાં રાખી છે. જેથી આ વખતે ભાજપ ‘મિશન 80’ ઉત્તર પ્રદેશની તમામ બેઠકો પર જીત મેળવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી રેડ ઝોનના મતદારો સુધી તેની પહોંચ વધારી રહી છે. અહીં બૂથથી લઈને યુવાનો સુધી દરેક પર નજર રાખવામાં આવી રહી છે.

‘બૂથ જીતો, સીટ જીતો’ ના મંત્ર સાથે થશે કામ

ભાજપે 2022માં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ‘બૂથ જીતો, સીટ જીતો’ ના મંત્ર સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, રાજ્યની તમામ રાજકીય ઉથલપાથલ અને વિપક્ષી એકતામાં વિઘટનનો લાભ લેવા માટે ભગવા છાવણીએ ‘મિશન 80’ની ફોર્મ્યુલા તૈયાર કરી છે. 20 થી વધુ બેઠકો માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે જેમાં વિપક્ષ પાસે રહેલી અને ઓછા માર્જિનથી જીતેલી બેઠકોનો સમાવેશ થાય છે. જો કે, ભાજપે પેટાચૂંટણીમાં વિપક્ષી છાવણીની બે બેઠકો (આઝમગઢ અને રામપુર) કબજે કરી લીધી હતી, પરંતુ આ ચૂંટણીમાં આ બંને બેઠકો પર આકરા પડકારની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

ભાજપ ઉત્તર પ્રદેશના રાજકીય સમીકરણ બદલશે!

  • આ વખતે ચૂંટણીમાં ભાજપ બદલાયેલા રાજકીય સમીકરણને પણ જીતનું હથિયાર બનાવવાનો પ્રયાસ કરશે
  • 2019 માં, SP, BSP અને RLD એકસાથે ચૂંટણી લડ્યા હતા અને 15 બેઠકો જીતી હતી.
  • બસપા પોતાના બળ પર એકલા હાથે ચૂંટણી મેદાનમાં છે. જ્યારે આરએલડી એનડીએનો ભાગ બની ગયો છે.
  • ભાજપે હારેલી બેઠકો જીતવાની સાથે સાથે નજીવા માર્જિનથી જીતેલી બેઠકો જાળવી રાખવાની રણનીતિ તૈયાર કરી
  • દરેક બેઠક માટે અલગ-અલગ પ્રચારકોની નિમણૂંક કરવામાં આવી છે.
  • ભાજપ દ્વારા પોતાના મંત્રીઓને પણ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી
આ પણ વાંચો: PM Narendra Modi: ‘પાડોશી પહેલા’ ની નીતિ અંતર્ગત વડાપ્રધાન મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે
આ પણ વાંચો: TMC Mahua Moitra: TMC નેતાની મુશ્કેલીમાં થયો વધારો, BJP સાંસદ નિશિકાંત દુબેએ સોશિયમ મીડિયો પર કરી પોસ્ટ
આ પણ વાંચો: LOK SABHA 2024 : લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન પ્રક્રિયા શરૂ
Whatsapp share
facebook twitter