+

Lok Sabha Election Phase Six: 58 બેઠકો પર થશે મતદાન, 889 ઉમેદવાર અને દિગ્ગજ નેતાઓનું ભાવિ થશે નક્કી

Lok Sabha Election Phase Six: બે મહિનાથી ચાલી રહી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) તેના અંતિ ચરણો સુધી પહોંચી ગઈ છે. ત્યારે આવતી કાલે એટલે કે 25 મેના રોજ…

Lok Sabha Election Phase Six: બે મહિનાથી ચાલી રહી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) તેના અંતિ ચરણો સુધી પહોંચી ગઈ છે. ત્યારે આવતી કાલે એટલે કે 25 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના છઠ્ઠા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, હરિયાણા સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકોનો સમાવેશ થાય છે.

  • ઓડિશાની વિધાનસભા સીટો માટે પણ Voting થશે

  • 58 બેઠકોમાંથી ભાજપે 2019 માં 40 બેઠકો જીતી

  • Voting માટે 184 નિરીક્ષકોને તૈનાત કર્યા

આ તબક્કામાં 11.13 કરોડ મતદારો Voting કરશે. જેમાં 5.84 કરોડ પુરૂષો, 5.29 કરોડ મહિલાઓ અને 5120 થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election) ના છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશમાં 14, બિહારમાં 8, ઝારખંડમાં 4, ઓડિશામાં 6, પશ્ચિમ બંગાળમાં 8 અને જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠકનો સમાવેશ થાય છે. આ સાથે લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election) ના છઠ્ઠા તબક્કામાં ઓડિશાની વિધાનસભા સીટો માટે પણ Voting થશે.

આ પણ વાંચો:Laila Khan Murder Mystery: 13 વર્ષ બાદ એક ફાર્મ હાઉસ, સાવકો પિતા અને 6 મોતના રહસ્યો ઉકેલાયા

58 બેઠકોમાંથી ભાજપે 2019 માં 40 બેઠકો જીતી

લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election) ના છઠ્ઠા તબક્કામાં જે દિગ્ગજ નેતાઓના ભવિષ્યનો નિર્ણય થશે. તેમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી ઉપરાંત કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, રાવ ઈન્દ્રજીત સિંહ, મેનકા ગાંધી, રાજ બબ્બર, મનોજ તિવારી જેવા અગ્રણી ચહેરાઓનો સમાવેશ થાય છે. 58 બેઠકોમાંથી ભાજપે 2019 માં 40 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં મત કરવા પર મળશે અઠળક લાભ, રેસ્ટોરન્ટ્સથી લઈને મફત સવારી સુધી

Voting માટે 184 નિરીક્ષકોને તૈનાત કર્યા

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election) ના છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે 58 સીટો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કોઈપણ ગેરરીતિ પર નજર રાખવા માટે 184 નિરીક્ષકોને તૈનાત કર્યા છે. જેમાં 66 General Observer, 35 Police Observer અને 83 Special Observer પર નજર રાખવા માટે તૈનાત કરાયા છે.

આ પણ વાંચો:Rajasthan Accident: આ Video હચમચાવી દેશે! પૂરઝડપે આવતી કારે યુવકને 20 ફૂટ ઊલાળ્યો

Whatsapp share
facebook twitter