Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Election 2024: ટૂંક સમયમાં BJP પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે

08:26 PM Mar 10, 2024 | VIMAL PRAJAPATI

Lok Sabha Election 2024: આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહીં છે. ભાજપ દ્વારા પોતાના ઉમેદવારના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતીં. જેમાં ભાજપે લોકસભાની ચૂંટણીના પોતાના 195 ઉમેદવાર જાહેર કર્યાં હતાં. અત્યારે ભાજપ પોતાની બીજી યાદી જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે માહિતી મળી રહી છે કે બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિઓ સોમવારે સાંજે બેઠક કરશે, જ્યાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની બાકીની બેઠકોને લઈને પોતાના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે.

ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવાર જાહેર કર્યાં

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગાણામાં બાકી રહેલી લોકસભાની બેઠકના ઉમેદવારોના નામને લઈએ બીજેપી ચર્ચા કરી રહીં છે. શનિવારે દિલ્હીમાં આવેલા બીજેપી મુખ્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિતે બેઠક કરી હતીં. નોંધનીય છે કે, આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમની સાથે સાથે તેલંગાના ભાજપના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

ભાજપની પ્રથમ યાદીમાં આ નેતાઓના નામ છે સામેલ

નોંધનીય છે કે, દક્ષિણમાં પોતાને મજબૂત કરવા માટે, ભાજપે આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન કરીને સીટ વહેંચણી પર સોદો કર્યો હતો. એવી પણ વિગતો સામે આવી રહીં છે કે, ભાજપ આંધ્રમાં 8 લોકસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. ટીડીપી બાકીની બેઠકો પર ચૂંટણી લડશે. આ પહેલા ભાજપે 2 માર્ચે, આગામી લોકસભા ચૂંટણી માટે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 195 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત 34 મંત્રીઓના નામ સામેલ છે.  યાદી પ્રમાણે વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડવાનાં છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: આ રહ્યું 195 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ, જાણો પહેલી યાદીમાં શું છે ખાસ?

આ પણ વાંચો: Lok Sabha Election 2024: ઝારખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં કોને આપી ભાજપે ટિકિટ?

આ પણ વાંચો: Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ?