+

વૈશ્વિક બજારોમાં મંદીના કારણે સુરતના રત્નકલાકારોની આજીવિકા જોખમમાં!

રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને સવા વર્ષ વીત્યા છે. છતાં હીરા ઉધ્યોગ ઉપર મંદીનો ભારે માર જોવા મળી રહ્યો છે. અમેરિકા, ચીન સહિત યુરોપમાં મંદીની અસરને કારણે ડાયમંડનો એક્સપોર્ટ 31% અને…

રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને સવા વર્ષ વીત્યા છે. છતાં હીરા ઉધ્યોગ ઉપર મંદીનો ભારે માર જોવા મળી રહ્યો છે. અમેરિકા, ચીન સહિત યુરોપમાં મંદીની અસરને કારણે ડાયમંડનો એક્સપોર્ટ 31% અને લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ 26% ઘટ્યો છે. સુરત ખાતેથી મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થતું હોવાને લીધે હીરા ઉધોગકારો ચિંતામાં મુકાયા છે.

એક બાજુ મંદીની ઇફેક્ટ છે જેને કારણે ડીબીયર્સે 30% મોંઘી રફનો માલ બાયબેક કરવાની મંજૂરી આપી છે. બીજી બાજુ વૈશ્વિક મંદીની સીધી અસરને કારણે હીરા વેપાર ઉપર જોખમ ઉભુ થયુ હોય એમ સુરતથી હીરા એક્સપોર્ટ કરતા હીરા વેપારીઓ અચકાઈ રહ્યા છે. ગત સાઈટના મીડિયમ રફના 8 મોટા લોટને બાદ કરતાં બાકીના બોક્સનાં કંપનીએ ભાવ સ્થિર રાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સોલિટેર હીરા બોક્સ રિસાઈક્લીંગ થવા છતાં બે કેરેટ ઉપરના રફ હીરા સાઇટ હોલ્ડરો તથા વેપારીઓ સ્વીકારી શકે એવી પરિ્થિતિ નહી હોવાને કારણે મોટો ફટકો પડવાની પણ હીરા વેપારીઓમાં ભીતિ સેવાઈ રહી છે. સાથે જ રશિયન રફ ખૂબ મોંઘા થયા હોવાથી ફેબ્રુઆરી 2023 પછી બાયરો મળી રહ્યાં નહી હોવાની પણ રાવ ઉઠી છે.

બીજી બાજુ એપ્રિલ અને મે મહિનામાં રશિયન રફનું ખૂબ ઓછું વેંચાણ નોંધાયું હતું. તૈયાર હીરાનું વેચાણ વધે નહીં ત્યાં સુધી રફની માંગમાં વધારો થવાની રાહ જોવી પડે છે, સાથે જ એપ્રિલમાં નેચરલ ડાયમંડનો એક્સપોર્ટ 31% અને લેબગ્નોન ડાયમંડનો એક્સપોર્ટ 26% ઘટ્તા હીરા ગ્રાફ નીચો જવાના કારણે હીરા વેપારીઓ ચિંતિત થયા છે. રશિયા – યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની વાત કરીએ તો સવા વર્ષ પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આરંભ થયો હતો તે પછી ચીન, અમેરિકા સહિત યુરોપિયન યુનિયનના દેશો વૈશ્વિક મંદીમાં સપડાયા છે. એની સીધી અસર જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઇન પર પડી છે. એપ્રિલમાં નેચરલ ડાયમંડનો એક્સપોર્ટ 31% અને લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ 26% ઘટ્યો છે.

મંદીની અસર ખૂબ ઝડપથી વધી રહેલા લેબગ્નોન ડાયમંડના વેપાર ઉપર પડી રહી છે. મંદી બાદ સુરત અને મુંબઈમાં થતાં હીરાના વેપારમાં ભાવ ઘટી ગયા છે. 40 થી 50% સુધી લેબગ્રોન ડાયમંડના ભાવો તૂટી ગયા પછી હવે એપ્રિલ 2023 માં એક્સપોર્ટ પણ ઘટ્યો છે. ભાવ ઘટાડા બાદ ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ એટલે કે સુરતમાં 15 થી 21 દિવસ હીરાના કારખાનાઓ વેકેશનના બહાને બંધ રહ્યાં પછી માલનો ભરાવો ઓછો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બીજી બાજુ જીજેઇપીસીનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ અમેરિકા અને યુરોપનાં દેશોમાં સ્લોડાઉનને લીધે ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે. નેચરલ કટ પોલિશ્ડ હીરા, લેબગ્નોન ડાયમંડ, કલર જેમ્સ સ્ટોન, પોલિશ્ડ સિન્થેટિક સ્ટોન, પ્લેન ગોલ્ડ જ્વેલરી સહિત બધા જ સેગમેન્ટમાં મંદીની અસર થઈ રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જીજેઈપીસીના કહેવા અનુસાર આગામી 5 જૂન પછી બજારની વાસ્તવિક દિશા નક્કી કરી શકશે. બીજી બાજુ કારખાનેદારોએ 7 દિવસનું ટૂંકું વેકેશન રાખ્યું હતું, તેમણે કામના 4 થી 5 કલાક અને મજૂરીના દર 20% ઓછા કરી દેતા હીરા ઉદ્યોગમાં વિવાદના સુર ઉઠ્યા છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : રૂ.2000 ની નોટ બદલવાને લઇને RBI ગવર્નરે જાણો શું કહ્યું?

Whatsapp share
facebook twitter