+

Live murder in mumbai: Shivsena UBT નેતાની હત્યા કરીને આરોપીએ પણ કરી આત્મહત્યા

Live murder in mumbai: દેશમાં પહેલી વખત Live Murder ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં Shivsena UBT નેતાન પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આરોપી મોરિસે પોતે આત્મહત્યા કરી હતી…

Live murder in mumbai: દેશમાં પહેલી વખત Live Murder ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં Shivsena UBT નેતાન પર ગોળીબાર કરવામાં આવ્યો છે.

  • આરોપી મોરિસે પોતે આત્મહત્યા કરી હતી
  • પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી
  • અંગત મતભેદને કારણે નેતાની કરી હત્યા

એક અહેવાલ અનુસાર, Shivsena UBT નેતા અભિષેક ઘોસાલકર પર મુંબઈમાં જીવલેણ હુમલો થયો. આ હુમલા દરમિયાન અભિષેક પર ઝડપી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં તેને ત્રણ વખત ગોળી મારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘાયલ શિવસેના નેતાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી

તે ઉપરાંત આરોપીએ અભિષેક પર હુમલો કરીને થોડા સમય બાદ હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે અભિષેક એ જ હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. હવે પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

અંગત મતભેદને કારણે નેતાની કરી હત્યા

આ ઘટના મુંબઈના MHB પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ગોળીઓનો શિકાર બનેલા અભિષેક ઘોષાલકર પૂર્વ કોર્પોરેટર છે. તે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ પરસ્પર વિવાદને કારણે કરવામાં આવ્યું હતું.

આરોપી મોરિસે પોતે આત્મહત્યા કરી હતી

જો કે અભિષેકને ગોળી મારનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મોરિસ હતો. જેની સાથે બેસીને તે ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. લાઇવ દરમિયાન, મોરિસ તેની પાસેથી દૂર જતો રહે છે, પછી તે પાછો ફરે છે કે તરત જ તેણે અભિષેક પર ગોળીબાર કર્યો. સૌથી મોટી અપડેટ એ છે કે આરોપી મોરિસે અભિષેકને ગોળી માર્યા બાદ પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેનો મૃતદેહ મેળવી લીધો છે.

આ પણ વાંચો: New Lokpal: જાણો… સુપ્રીમ કોર્ટના કયાં ન્યાયાધીશને દેશના નવા લોકપાલ તરીકે થયા નિયુક્ત ?

Whatsapp share
facebook twitter