Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અનુષ્કા-પ્રિયંકાની જેમ કિયારા પણ આપશે આ દિવસે ગ્રાન્ડ રિસેપ્શન

04:59 AM Apr 17, 2023 | Vipul Pandya

કિયારા અને સિદ્ધાર્થના ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. બંનેના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા, જેને ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી એવા સમાચાર હતા કે કિયારા અને સિદ્ધાર્થ 2 ​​જગ્યાઓ એટલે કે દિલ્હી અને મુંબઈ પર રિસેપ્શન આપશે, જોકે રિપોર્ટ્સનું માનીએ તો એવું નથી પરંતુ રિસેપ્શન સૂર્યગઢ પેલેસમાં થશે.

બોલિવૂડ સેલેબ્સ તેમના રિસેપ્શનમાં હાજરી આપી શકે છે
આ લગ્ન વિશે જે લેટેસ્ટ માહિતી સામે આવી છે તે મુજબ કિયારા-સિદ્ધાર્થ લગ્ન બાદ બે વાર રિસેપ્શન આપશે. લગ્નમાં હાજર મહેમાનો સિવાય, અન્ય બોલિવૂડ સેલેબ્સ તેમના રિસેપ્શનમાં હાજરી આપી શકે છે. આ રિસેપ્શનમાં શાહરૂખ ખાન, અજય દેવગન અને કાજોલ પણ જોવા  મળશે. 


લગ્નમાં પહોંચ્યા હતા આ મહેમાનો 
જો લગ્નની વાત કરીએ તો 5 ફેબ્રુઆરીએ મહેંદી સેરેમની બાદ 6 ફેબ્રુઆરીએ સંગીત અને ચૂડા સેરેમની થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત સુધી સંગીત ચાલ્યું હતું. મીડિયા અંદર કોઈ ફોટો કે વિડિયો ન લઈ શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે 7 ફેબ્રુઆરીએ લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, જુહી ચાવલા, જય મહેતા, ઈશા અંબાણી, આનંદ પીરામલ, શાહિદ કપૂર, મીરા રાજપૂત જેવા સેલેબ્સ હાજર રહ્યા હતા.



આ બોલિવૂડ સ્ટાર્સે આપી હાજરી
રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો આવ્યા હતા, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ બોલિવૂડમાંથી કરણ જોહર, મલાઈકા અરોરા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા આ લગ્નમાં સામેલ થયા હતા. આ સાથે મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. ફેન્સ બંનેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.
કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘શેરશાહ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તો કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.