લગ્ન થાય એટલે દરેક પતિ-પત્ની વચ્ચે ખાટા-મીઠાં ઝઘડાઓ થતા રહેવાના.. અને એમ પણ કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં મીઠાં ઝઘડા થવા એ સામાન્ય છે. પરંતુ મહિલાઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. અને રિલેશનશિપમાં મોટાભાગે ફીમેલ પાર્ટનર અપસેટ થઇ જાય છે અને પછી રડવા લાગે છે. એવામાં મેલ પાર્ટનર પોતાની પત્નીને મનાવવા માટે અનેક પ્રયત્નો કરે છે અને પછી સાથે એ પણ ઇમોશનલ થઇ જાય છે.
આવા કેસમાં મહિલાઓ સેન્સેટિવ થઇ જાય છે અને રડવા લાગે છે. ત્યારે આવા સંજોગોમાં પોતાના પાર્ટનરને શાંત રાખવા માટે શું કરવું જોઈએ તેની Tips જણાવીઓ..
જ્યારે તમારો લેડી લવ ઈમોશનલ થઈ રડી પડે ત્યારે તમે એને પ્રેમથી માથે હાથ ફેરવીને સમજાવો. જો તમે ગુસ્સો કરો છો તો ઝઘડો થાય છે અને પાર્ટનર વધારે રડે છે. આ માટે હંમેશા આ પરિસ્થિતિમાં પાર્ટનરને પ્રેમ આપવાની આદત પાડો, કારણે પુરુષો કરતા મહિલાઓ વધુ સેન્સેટિવ હોય છે.
ઘણી વાર ફિમેલને રડતા જોઈને પોતાના ઈમોશન પર કંટ્રોલ કરવાને બદલે ગુસ્સો કરવાથી તમારી રિલેશનશિપમાં ક્લેશ શરૂ થવાના ચાન્સ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં પોતાને મજબૂત બનાવો.
ઘણી વાર પાર્ટનર ઇમોશનલ થઇને રડી પડે ત્યારે મેલ પાર્ટનર ગુસ્સે થઇ જાય છે જેના કારણે વાત વધુ બગડે છે. તેથી ગુસ્સો કરવાને બદલે સાથીને પ્રેમથી સમજાવો. જેનાથી પ્રેમ પણ વધશે અને સાથીની તમારા પ્રત્યેની લાગણી પણ વધશે.
ફીમેલ પાર્ટનરને રડતાં જોઈએ એટલે તેને રોતડનું લેબલ લગાવવા કરતા તે સમયે તેમને પ્રેમ આપો. કારણ કે જ્યારે પત્ની રડી પડે, ત્યારે મોટાભાગે હસબન્ડ કંટાળી જાય છે. જો તમે પણ આમ કરતા હોવ તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. કંટાળવાની જગ્યાએ શાંત રહો અને પ્રેમ આપો. પ્રેમમાં એટલી તાકાત હોય છે જે પાર્ટનરને શાંત કરે છે. રિસર્ચ અનુસાર જો તમે પાર્ટનરને આ સમયે પ્રેમ નહીં આપો, તો તેને ડિપ્રેશનમાં મુકાઈ જતા સહેજ પણ વાર નહીં લાગે.