Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચૈતર વસાવા, ધારાસભ્ય-આપ

11:21 AM Apr 29, 2023 | Vipul Pandya
દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડાનો એક સાહસી વ્યક્તિ,. જેણે સમાજના કલ્યાણ માટે અને સમાજના ઉદ્ધાર માટે કર્યા કાર્યો. અવાજ ઉઠાવ્યો, જેની સામે જેલની સજા પણ ભોગવી ચુક્યા છે.એક સમયે ગ્રામજનોએ 500-500 રૂપિયાનો ફાળો ઉઘરાવી પરિવારનું ગુજરાન ચલાવ્યું,.. વાત આપના યુવાન ધારાસભ્ય અને વિધાનસભામાં આપ નેતા ચૈતર વસાવાની.
અભ્યાસકાળ દરમિયાન જેની સાથે મિત્રતા હતી અને પોતાના ગામની મિત્રતા ધરાવતી બંને યુવતિ સાથે કર્યા લગ્ન. 2 પત્ની સાથેનું જીવન તો સુખરૂપ ચાલી રહ્યું છે, પણ એકસમયે જેણે જેલની સજાની અને તડીપારની સજાનો સામનો કર્યો. તે વ્યક્તિએ રાજકારણના તમામ પાસાની તલસ્પર્શી માહિતી મેળવી. રાજકોટની જેલવાસના અનુભવથી જેની જિંદગીએ 360 ડિગ્રીનો ટર્ન લીધો, અને એક નવા ચૈતરનો જન્મ થયો. આ ચૈતર વસાવાએ BTP પાર્ટી સાથે જોડાઈ અવાજ બુલંદ કરી રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું.જોકે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી આપ પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં આપ નેતાનું બિરૂદ મેળવી લીધું છે. ભલે રાજકીય વગ તેમની વધી હોય, પરંતુ તેઓ સામાન્ય માણસની જેમ અનેક સંઘર્ષનો સામનો કરી સામાન્ય જિંદગી માણી રહ્યા છે.