+

જીવનની શીખ: સ્વામી વિવેકાનંદજી

સ્વામી વિવેકાનંદજીના એવા ઘણા પ્રસંગો છે કે જેમા જીવન પ્રબંધન સુત્રો જોવા મળે છે. આજે આપણે સ્વામી વિવેકાનદજીના એક પ્રસંગ વિશે જાણીશું, જે ખૂબ જ પ્રચલિત છે, તો કયો પ્રસંગ…

સ્વામી વિવેકાનંદજીના એવા ઘણા પ્રસંગો છે કે જેમા જીવન પ્રબંધન સુત્રો જોવા મળે છે. આજે આપણે સ્વામી વિવેકાનદજીના એક પ્રસંગ વિશે જાણીશું, જે ખૂબ જ પ્રચલિત છે, તો કયો પ્રસંગ છે આ જાણીએ આ પોડકાસ્ટમાં…

એક દિવસ સ્વામી વિવેકાનંદજીના આશ્રમમાં એક યુવાન આવ્યો. યુવાન ખૂબ જ દુઃખી લાગી રહ્યો હતો. યુવાને સ્વામીજીના પગમાં પડીને કહ્યું, હુ જીવનમાં ખૂબ જ દુઃખી છું. મહેનત તો કરું છુ પણ ક્યારેય સફળતા મળતી નથી. યુવાને વિવેકાનંદજીને પુછ્યું કે ભગવાને મને આવું નસીબ કેમ આપ્યું? હું ભણ્યો છું, મહેનતું પણ ઘણો છું તેમ છતા પણ મને સફળતા મળી રહી નથી. આ સાંભળી સ્વામીજી સમજી ગયા કે યુવાનને શું મુશ્કેલી છે. સ્વામીજી પાસે એક પાળેલો શ્વાન હતો. તેમણે યુવાનને કહ્યું કે, આ શ્વાન સાથે જાઓ અને થોડું ફરીને આવો. ત્યારબાદ તમારા સવાલોનો જવાબ હું આપીશ. આ સાંભળી યુવાનને થોડું આશ્ચર્ય થયું પણ સ્વામીજીના આજ્ઞાનું તેણે પાલન કર્યું. થોડાક સમય પછી તે યુવાન પરત આવ્યો. ત્યારે સ્વામીજીએ જોયું કે તેનો ચહેરો ચમકી ઉઠ્યો હતો, જ્યારે શ્વાન થાકી ગયો હતો. આ જોઇ સ્વામીજી પુછ્યું, આ શ્વાન આટલો બધો કેવી રીતે થાકી ગયો અને તમને તો બિલકુલ થાક લાગ્યો નથી? ત્યારે યુવાને જવાબ આપ્યો, હું સીધો મારા રસ્તે ચાલી રહ્યો હતો, જ્યારે શ્વાન આડો અવડો ગલીઓમાં જાય, બીજા કૂતરાઓ પાછળ દોડ્યા કરતો અને તેમની સાથે લડીને મારી પાસે પરત આવી જતો. અમે બંનેએ એક સરખો જ રસ્તો કાપ્યો છતા આ શ્વાન મારા કરતા ઘણુ વધારે દોડ્યો અને એટલે જ તે થાકી ગયો. તે પછી સ્વામીજીએ હસતા-હસતા કહ્યું, તમારા બધા સવાલોના જવાબ તમે અત્યારે જ આપ્યા છે. તમારું લક્ષ્ય તમારી આસપાસ જ છે વધારે દૂર નથી. પણ તમે લક્ષ્ય તરફ આગળ વધવાની જગ્યાએ બીજા લોકોની પાછળ દોડ્યા કરો છો અને લક્ષ્યથી દૂર થઇ જાઓ છો.

આ પ્રસંગથી આપણને શું શીખ મળે? આપણે આ પ્રસંગથી શીખવું જોઇએ કે, એકબીજાની ભૂલો કાઢવાની જગ્યાએ, બીજાની સફળતાને લઇને ઇર્ષા કરવાની જગ્યાએ, પોતાના પર ધ્યાન આપવું વધારે જરૂરી છે. પોતાના જ્ઞાનને વધારવાનો પ્રયાસ કરવો જરૂરી છે અને અભિમાન પોતાને લઇને ન હોવો જોઇએ, જ્યારે આપણા જ્ઞાનને વધારવું વધારે જરૂરી છે. વિચારસરણીના કારણે આપણે આપણું મહત્વનો સમય અને ક્ષમતા બંને ગુમાવી બેસીએ છીએ. તો હવેથી ક્યારે પણ કોઇ પણ વસ્તું કરો અને તેમા સફળતા ન મળે તો પોતાને પુછો કે હું ક્યા ખોટો છું…

આ પણ વાંચો – જયવીરરાજ સિંહ, યુવરાજ, ભાવનગર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter