+

National News: લ્યો બોલો! ચોરો પદ્મ ભૂષણ એવોર્ડ પણ ચોરી ગયા, પોલીસે કરી ધરપકડ

National News: દેશમાં અત્યારે અજીબો ગરીબ ઘટનાઓ બની રહીં છે. અત્યારે દિલ્હીમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ચોરોએ એવી વસ્તુની ચોરી કરી કે તેનો વેચવા જતા પકડાઈ ગયા…

National News: દેશમાં અત્યારે અજીબો ગરીબ ઘટનાઓ બની રહીં છે. અત્યારે દિલ્હીમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ચોરોએ એવી વસ્તુની ચોરી કરી કે તેનો વેચવા જતા પકડાઈ ગયા હતાં. પંજાબ યૂનિવર્સિટીના પૂર્વ કુલપતિ જીસી ચટર્જીને મળેલા પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવો હતો તેની ચારી કરતા 5 લોકોની દિલ્હી પોલીસે ધરપકજ કરી છે. આ ચોકો ચોરી કરેલા એવોર્ડને વેચવા માટે ગયા હતા અને ત્યાં તેઓ પકડાઈ ગયા હતાં.

ચોરી કરવા માટે બનાવી હતી પાંચ લોકોની ટીમ

પોલીસે આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, પદ્મભૂષણ એવોર્ડની ચોરી કરવા માટે પાંચ લોકો સામેલ હતાં. જેમાં શ્રવણ કુમાર (ઉ.33), હરિ સિંહ (ઉ,45), રિંકી દેવી (ઉ.40), વેદ પ્રકાશ (ઉ.39) અને પ્રશાંત બિસ્વાસ (ઉ.49) સામેલ હતાં. આરોપીઓ મદનપુર ખાદરના રહેવાસી છે. તેમાંથી બિસ્વાસ એક જ્વેલર છે જેણે આ મેડલ ખરીદ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો મંગળવારે હરિ સિંહ, રિંકી દેવી અને વેદ પ્રકાશ એક જ્વેલર દલિપ પાસે મેડલ વેચવા ગયા હતા. દલિપે તે ખરીદી ન હતી અને પોલીસને જાણ કરી હતી. જોકે, મેડલ વેચવા આવેલા આરોપીઓ પોલીસ આવે ત્યાં સુધીમાં દુકાન છોડીને ચાલ્યા ગયા હતા. પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આરોપીઓને પકડવા માટે એસીપી સરિતા વિહારની દેખરેખ હેઠળ કાલિંદી કુંજના એસએચઓ અને અન્ય કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી.

શ્રવણ સમરેશ ચેટરજીના મેડિકલ એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો

પોલીસ દ્વારા આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા પછી અને સ્થાનિક ગુપ્તચર માહિતી એકત્ર કર્યા પછી, ત્રણ આરોપીઓની ઓળખ હરિ સિંહ, રિંકી દેવી અને પ્રકાશ બિસ્વાસ તરીકે થઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મેડલ સાકેતના રહેવાસી શ્રવણ કુમારે ચોર્યો હતો. એવી વિગતો સામે આવી છે કે, શ્રવણ જીસી ચેટરજીના પૌત્ર સમરેશ ચેટરજીના મેડિકલ એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. સમરેશ ચેટરજીનું સ્વસ્થ્ય સારૂ નહોતું અને તે એકલા રહેતા હતાં. આ તકનો ફાયદો ઉઠાવીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવતી વિગતો પ્રમાણે શ્રવણે એવોર્ડની ચોરી કરી અને તેને વેચવા માટે બીજા ત્રણ આરોપીએની મદદ લીધી હતીં. જો કે હવે તમામ આરોપીઓ કાલિંદી કુંજ પોલીસ સ્ટેશને ઝડપાઈ ગયા છે. આરોપી પાસેથી પુરસ્કાર વસૂલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Powerful People of Bharat: જાણો કોણ છે ભારત 10 શક્તિશાળી વ્યક્તઓ? આ રહીં યાદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter