Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Acharya Vidyasagar: જાણો બ્રહ્મલીન સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજના જીવન વિશે

11:20 AM Feb 18, 2024 | VIMAL PRAJAPATI

Acharya Vidyasagar Maharaj: છત્તીસગઢના ડોંગરગઢમાં જૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજે દિગમ્બર મુનિ પરંપરા મુજબ સમાધિમાં દેહત્યાગ કર્યો હતો. આચાર્ય વિદ્યાસાગર છેલ્લા 3 દિવસ ઉપવાસ પર હતા અને અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો અને અખંડ મૌન વ્રત લીધું હતું. આચાર્યશ્રી તેમના અંતિમ શ્વાસ સુધી ચેતન અવસ્થામાં રહ્યા અને મંત્રોચ્ચાર કરતી વખતે દેહ ત્યાગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંતિમ ઘડીએ આચાર્યશ્રી પાસે મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતાસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ ઉપસ્થિત હતાં. દેશભરના જૈન સમુદાય અને આચાર્યશ્રીના ભક્તોએ તેમના માનમાં આજે એક દિવસ માટે તેમના પ્રતિષ્ઠાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

દેહત્યાગ કરીને પૂર્ણ વિધિ-વિધાન સાથે સમાધિ લીધી

આખા જૈન સમાજ માટે આજનો દિવસ શોકમય રહેવાનો છે. આચાર્ય વિદ્યાસાગર મહારાજ કે જેમને સમાજના વર્તમાન સમયમાં મહાવીર કહેવામાં આવે છે, તેમણે દેહત્યાગ કરીને પૂર્ણ વિધિ-વિધાન સાથે સમાધિ લીધી. ઉલ્લેખનીય છે કે, આચાર્ય જૈન મુનીએ આજે રાત્રે 2:30 કલાકે સંલ્લેખના પૂર્વક દેહ ત્યાગ કર્યો હતો. આચાર્ય વિદ્યાસાગર એ આચાર્ય જ્ઞાનસાગરના શિષ્ય હતાં. જ્યારે આચાર્ય જ્ઞાન સાગરે સમાધિ લીધી ત્યારે તેમણે આચાર્ય પદ મુનિ વિદ્યાસાગરને સોંપ્યું. આવી સ્થિતિમાં મુનિ વિદ્યાસાગર 22 નવેમ્બર 1972ના રોજ માત્ર 26 વર્ષની વયે આચાર્ય બન્યા હતા.

આચાર્ય વિદ્યાસાગરનો જન્મ 10 ઓક્ટોબર 1946 ના રોજ કર્ણાટક રાજ્યના બેલગવી જિલ્લાના સદલગા ગામમાં થયો હતો. તેમણે 30 જૂન 1968 માં રાજસ્થાનના અજમેર નગરમાં પોતાના ગુરૂ આચાર્યશ્રી જ્ઞાનસાગરજી મહારાજથી પાસેથી મુનિદીક્ષા લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આચાર્યશ્રી જ્ઞાનસાગરજી મહારાજે તેમની કઠોર તપસ્યાને દેખતા પોતાનું પદ આચાર્ય વિદ્યાસાગરને સોપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આચાર્યશ્રી 1975ની આસપાસ બુંદેલખંડ આવ્યા હતા. તેઓ બુંદેલખંડના જૈન સમુદાયની નિષ્ઠા અને સમર્પણથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમનો મોટાભાગનો સમય બુંદેલખંડમાં વિતાવ્યો. આચાર્યશ્રીએ 350 જેટલી દીક્ષાઓ આપી છે. તેમના શિષ્યો જૈન ધર્મના પ્રચાર માટે દેશભરમાં ભ્રમણ કરી રહ્યા છે.

માતા-પિતાને પણ આપી હતી દીક્ષા

આચાર્ય વિદ્યાસાગર મહારાજની માતાનું નામ શ્રીમતિ અને પિતાનું નામ મલ્લપા હતું. તેમના માતા-પિતાએ પણ તેમની પાસેથી દીક્ષા લીધી અને સમાધિ પામ્યા હતાં. આખા બુંદેલખંડમાં આચાર્ય વિદ્યાસાગર મહારાજને ‘છોટે બાબા’ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે, તેમણે મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં આવેલા કુંડલપુરમાં બડે બાબા આદિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી અને કુંડલપુરમાં અક્ષરધામની તર્જ પર ભવ્ય મંદિરનું પણ નિર્માણ કર્યું હતું.

જાણો હવે કોણ બનેશે આચાર્ય?

નોંધનીય છે કે, આચાર્ય વિદ્યાસાગર મહારાજે પણ ત્રણ વર્ષ પહેલાં આચાર્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને આચાર્ય પદ તેમના પ્રથમ શિષ્ય નિર્ણયપાક શ્રમણ મુનિ શ્રી સમયસાગરને સોંપ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 6 ફેબ્રુઆરીએ જ તેમણે મુનિ સમયસાગર અને મુનિ યોગસાગરને ખાનગીમાં બોલાવીને તેમની જવાબદારીઓ સોંપી હતી. તમને જણાવી દઈએ કે આ બે ઋષિ સમયસાગર અને યોગસાગર તેમના ગ્રહ જીવનમાં તેમના વાસ્તવિક ભાઈઓ છે.

આ પણ વાંચો: જૈન મુનિ આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજે થયા બ્રહ્મલીન, ત્રણ દિવસથી હતા ઉપવાસ પર