+

યોગી , શિવરાજ સિંહ સહિતના નેતાઓએ તિરંગાનું ડીપી મુકતા જ ટવીટર પરની બ્લુટીક થઇ ગઇ ગાયબ, જાણો શું છે કારણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પર ભાજપના ચાર મોટા નેતાઓના વેરિફિકેશન માર્ક ગાયબ થઈ ગયા છે. જેમાં યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પર ભાજપના ચાર મોટા નેતાઓના વેરિફિકેશન માર્ક ગાયબ થઈ ગયા છે. જેમાં યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીની અપીલ બાદ આ તમામે પોતાના ડીપી પર તિરંગાનો ફોટો લગાવ્યો હતો, પરંતુ તિરંગાનો ફોટો પોસ્ટ થતાં જ તેમના ખાતામાંથી વેરિફિકેશન માર્ક ગાયબ થઈ ગયું. હર ઘર તિરંગા અભિયાનના સમર્થનમાં BCCIએ પણ પોતાની પ્રોફાઇલમાં તિરંગો મુક્યા બાદ તેમના એકાઉન્ટ પરનું ગોલ્ડન ટિક વેરિફિકેશન ગાયબ થઇ ગયું હતું.

પુનઃસ્થાપિત થઇ જશે ટિક
ટ્વિટર પર પ્રોફાઇલ પિક્ચર બદલવાથી વેરિફિકેશન ટિક દૂર થઈ જાય છે. વેરિફિકેશન ટિક સૂચવે છે કે એકાઉન્ટ અસલી છે અને તે એ જ વ્યક્તિ અથવા સંસ્થાનું છે જેનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. ટ્વિટર મેનેજમેન્ટ પ્રોફાઈલની સમીક્ષા કર્યા બાદ તુરંત બ્લુટીક પુનઃસ્થાપિત કરશે

Whatsapp share
facebook twitter