Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટમાં શિક્ષણ મંત્રીના હસ્તે નવી સેવાનો પ્રારંભ

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક નવી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. RMC on WhatsApp સેવાનો પ્રારંભ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વાર મનપાની ૧૭૫થી વધુ સેવાઓ RMC on WhatsApp પ્રોજેકટ વડે વોટ્સએપ પર આપવામાં આવશે. આ માટે લોકોએ મનપાના વોટ્સએપ નંબર +91-9512301973  પોતાના મોબાઈલમાં સેવ કરી Hi મેસેજ કરવાથી ચેટબોટ એક્ટીવેટ થશે.

કઈ કઈ સેવાઓનો લાભ મળશે.   
RMC on WhatsAppના ઉપયોગ વડે લોકો મિલકત વેરો, પાણી વેરો, વ્યવસાય વેરો EC તેમજ RC જુદીજુદી સ્પોર્ટ્સ યુટિલિટી, મનપાની સેવાઓને લગતી ફરિયાદો, સેવાઓ માટે ફોર્મ, મનપાના ટેન્ડરો અને ભરતીઓની પણ વિગતો મેળવી શકાશે, મનપાની TP સ્કીમની યાદી અને મહત્વના ફોન નંબરોની યાદી પણ વોટ્સએપના માધ્યમથી મેળવી શકાશે. લોકો પોતાના પાછલા વર્ષોમાં ભરેલા વેરાની રસીદો અને બિલો, બાકી વેરાની રકમ વોટ્સએપ દ્વારા ડાઉનલોડ કરી શકશે.



દેશભરમાં પ્રથમવાર રાજકોટવાસીઓને મહાનગરપાલિકા તમામ પ્રકારની સેવાઓ વોટ્સએપના માધ્યમથી ઉપલબ્ધ થાય તે માટે કામ કરશે. RMC on WhatsApp સેવા અંતર્ગત 95123 01973 આ વ્હોટ્સએપ નંબર ઉપર રાજકોટવાસીઓને પ્રોપર્ટી ટેક્સ, પાણીવેરા,  વ્યવસાય વેરો અને જન્મ-મરણના પ્રમાણપત્રો સહીતની 175 સેવાઓ વ્હોટ્સએપના માધ્યમથી મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ઝડપી સેવાઓ મળી રહે તે માટે ઇ-ગવર્નન્સના પ્રોજેકટ હેઠળ મહાનગરપાલિકા દ્વારા વ્હોટ્સએપ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેડી માર્કેટ યાર્ડ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ મેળામાં રાજકોટ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 1.26 લાખ લાભાર્થીને રૂ.445 કરોડના લાભો આપવામાં આવ્યા છે. આ મેળા થકી લાખો લોકોને સિલાઈ મશીન, કડિયા કામ માટેની કીટ, મકાનની સહાય, દીકરીને સાયકલ સહિતની કીટની સહાય મળી રહી છે. ગુજરાતમાં સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો રાજકોટમાં આ વખતે થયો છે. લોકોનું જીવનધોરણ સુધરે અને સુખાકારીમાં વધારો થાય તે માટે ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે.