+

ETHIOPIA માં ભૂસ્ખલનની ઘટનાએ મચાવી તબાહી, 146 લોકોએ ગુમાવ્યો જીવ

આપણે ભારતમાં ભારે વરસાદને કારણે ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. અગાઉ કેદારનાથમાં પણ ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં કેટલાક યાત્રિકો પણ મૃત્યુ પામ્યા હતા. હવે…

આપણે ભારતમાં ભારે વરસાદને કારણે ઉત્તર અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. અગાઉ કેદારનાથમાં પણ ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં કેટલાક યાત્રિકો પણ મૃત્યુ પામ્યા હતા. હવે ETHIOPIA માં ભૂસ્ખલનની ખૂબ જ ભયાવહ ઘટના સામે આવી છે. ETHIOPIA માં ઘટના એટલી ભયાવહ ઘટના સામે આવી છે કે જેમાં 146 લોકોના મોત થયા છે. સમગ્ર ઘટના વિશે સ્થાનિક લોકો દ્વારા માહિતી સામે આવી રહી છે. મળતી માહિતીના અનુસાર, દક્ષિણ ઇથોપિયાના કેન્ચો શચા ગોજદી જિલ્લામાં કાદવ ધસી પડતાં મૃત્યુ પામેલાઓમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સોમવારની સવારે થયેલા ભૂસ્ખલનમાં મોટાભાગના લોકો દટાયા હતા કારણ કે એક દિવસ અગાઉ અન્ય ભૂસ્ખલન પછી બચાવ કાર્યકરો પીડિતોની શોધ કરી રહ્યા હતા.

ઘણા લોકોએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો

આ ઘટના ખૂબ જ ભયાવહ છે તેવું કહેવામાં આવ્યું છે. ઘટનામાં ઘણા એવા બાળકો છે કે જેમણે પોતાના માતા, પિતા, ભાઈ અને બહેન સહિત સમગ્ર પરિવારને ગુમાવ્યો છે અને તેઓ મૃતદેહોને વળગી રહ્યા છે. મળતી માહિતીના અનુસાર, હજી પણ બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંકની સંખ્યા વધુ શકે છે. ETHIOPIA દેશની વાત કરવામાં આવે તો જુલાઇમાં વરસાદની ઋતુમાં ભૂસ્ખલન સામાન્ય છે. આ વરસાદી મોસમ સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : CANADA : સ્વામીનારણ મંદિરમાં કરાઈ તોડફોડ, મંદિર ઉપર આતંકીઓએ ભારત વિરોધી નારા લખ્યા

Whatsapp share
facebook twitter