+

લાલુ પ્રસાદ યાદવની વધી મુસીબત, CBIના 15 સ્થળો પર દરોડા

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સંબંધિત મામલામાં કરવામાં આવી છે.મહત્વનું છે કે, પટનાની સાથે CBIએ દિલ્હી અને અન્ય શહેરોમાં એક સાથે 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો લાલુ યાદવના રેલ્વે મંત્રીના કાર્યકાળ દરમિયાન થયેલા ટેન્ડર કૌભાંડ સાથે જોડાયેલો જણાવવામાં આવી રહ્યો છે. મહત્વàª
કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સંબંધિત મામલામાં કરવામાં આવી છે.
મહત્વનું છે કે, પટનાની સાથે CBIએ દિલ્હી અને અન્ય શહેરોમાં એક સાથે 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો લાલુ યાદવના રેલ્વે મંત્રીના કાર્યકાળ દરમિયાન થયેલા ટેન્ડર કૌભાંડ સાથે જોડાયેલો જણાવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, રાબડીના ઘરે પહોંચેલી CBI ટીમમાં મહિલા અને પુરૂષ બંને અધિકારીઓ સામેલ છે. CBIની આ ટીમમાં કુલ 10 લોકો છે જેઓ રાબડી દેવીના ઘરે તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન કોઈને પણ ઘરમાં પ્રવેશવા પર પ્રતિબંધ નથી.
Whatsapp share
facebook twitter