+

કચ્છ : દબાણકારો પર તંત્રએ બોલાવી ધોંસ, ફેરવાયું દાદાનું બુલડોઝર

ખાવડામાં દાદાનું બુલડોઝર ફેરવાયું : ભુજ તાલુકાના સરહદી ગામોમાં સતત બીજા દિવસે દબાણકારો પર તંત્રએ ધોંસ બોલાવી હતી. તાલુકાના કાઢવાંઢ, જામકુનરિયા, કુરન, રાયમાવાંઢ સહિતના ગામોમાં દબાણ કરી દુકાન, હોટલ, ઓરડા…

ખાવડામાં દાદાનું બુલડોઝર ફેરવાયું : ભુજ તાલુકાના સરહદી ગામોમાં સતત બીજા દિવસે દબાણકારો પર તંત્રએ ધોંસ બોલાવી હતી. તાલુકાના કાઢવાંઢ, જામકુનરિયા, કુરન, રાયમાવાંઢ સહિતના ગામોમાં દબાણ કરી દુકાન, હોટલ, ઓરડા સહિતના પાકા બાંધકામો ચણી દેવાયા છે, જે તોડી પાડવામાં આવ્યા હતા.ગુરૂવારે વન વિભાગ, મહેસૂલ તંત્ર અને પોલીસ દ્વારા કાળા ડુંગર પરના 24 અને ધ્રોબાણામાં 2 મળી કુલ 26 દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે બીજા દિવસે મહેસૂલી તંત્ર દ્વારા દબાણકારો પર તવાઇ બોલાવાઇ હતી. ભુજથી ધોરડો સફેદ રણ તરફના હાઇવેની બંને બાજુ તેમજ સરહદી ગામોમાં વધતી જતી પેશકદમીને અટકાવવા માટે તંત્રએ ગંભીરતાથી લઇને શુક્રવારે મહાશિવરાત્રિની જાહેર રજા હોવા છતાં અતિક્રમણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખી હતી.

જામકુનરિયા, કુરન, રાયમાવાંઢ, કાઢવાંઢ સહિતના ગામોમાં સરકારી જમીન પર દબાણ કરીને ખડકી દેવાયેલા પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ મદ્રેશા પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. રાયમાંવાંઢ,કુરન અને કાઢવાંઢમાં ત્રણ મદ્રેસા પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયુ હતું. મહેસૂલી તંત્રની ટીમ, પોલીસ દ્વારા દબાણ હટાવની કાર્યવાહી કરાઇ હતી. સરહદી ગામોમાં વધતી પેશકદમી વચ્ચે તંત્રની લાલ આંખથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા કરાયેલા સરવે મુજબ હજુ અનેક મોટા માથાઓના દબાણો પણ રડારમાં છે, જેથી ગમે ત્યારે આવા દબાણો સામે કાર્યવાહી થશે.

અહેવાલ : કૌશિક છાંયા

આ પણ વાંચો : રાજ્ય સરકાર દ્વારા ગોધરા ST નિગમને આધુનિક સુવિધા ધરાવતી 54 નવીન એસટી બસોની ફાળવણી કરાઈ

આ પણ વાંચો : Surendranagar Infrastructure: જિલ્લામાં અનેક જર્જરિત ઈમારતો અને મકાન, નાગરિકો પરિવહન કરતા ડરી રહ્યા

Whatsapp share
facebook twitter