- કોટડા જડોદર ગામે (Kutch) ગણેશજીની મૂર્તિને ખંડિત કરાઈ
- વિધર્મીઓ દ્વારા પથ્થર ફેંકાતા મૂર્તિ ખંડિત થઇ હોવાનો આરોપ
- સમગ્ર મામલે સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો
- નખત્રાણા પોલીસે 5 પુરુષ અને 3 કિશોરને કર્યા રાઉન્ડઅપ
કચ્છમાં (Kutch) પણ સુરતનાં (Surat) સૈયદપુરા જેવી ઘટનાનું પુનરાવર્તન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. કોટડા જડોદર ગામે ભગવાન ગણેશજીની મૂર્તિને ખંડિત કરાઈ હોવાના અહેવાલ છે. વિધર્મીઓ દ્વારા મૂર્તિ પર પથ્થર ફેંકાતા મૂર્તિ ખંડિત થઇ હોવાનો આરોપ છે. આ મામલે સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠતા પોલીસે ફરિયાદ નોંધી 5 પુરુષ અને 3 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે.
Kutchમાં પણ Suratની ઘટનાનું પુનરાવર્તન ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો | Gujarat First
કચ્છમાં પણ સુરતની ઘટનાનું પુનરાવર્તન થયું છે. કોટડા જડોદર ગામે ગણેશજીની મૂર્તિને ખંડિત કરી દેવામાં આવી છે. વિધર્મીઓ દ્વારા મૂર્તિ પર પથ્થર ફેંકાતા મૂર્તિ ખંડિત થઈ ગઈ છે. સમગ્ર મામલે સ્થાનિક… pic.twitter.com/z0HPIpNmxS
— Gujarat First (@GujaratFirst) September 11, 2024
આ પણ વાંચો – Rajkot : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ!
કોટડા જડોદર ગામે વિધર્મીઓનું શરમજનક કૃત્ય
પ્રાથમિક અહેવાલ અનુસાર, કચ્છ (Kutch) જિલ્લામાં નખત્રાણા (Nakhtrana) તાલુકાનાં આવેલા કોટડા જડોદર ગામે કેટલાક વિધર્મીઓ દ્વારા શરમજનક કૃત્ય કરવામાં આવ્યું હતું. વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરી ભગવાન ગણેશજીની (Lord Ganesha) મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે શરૂઆતમાં તો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ચારે બાજુથી ભીંસ વધતા પોલીસે આખરે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી હતી.
– કચ્છમાં સુરતની ઘટનાનું પુનરાવર્તન થયું!
– કોટડા જડોદર ગામે ગણેશજીની મૂર્તિને ખંડિત કરાઈ
– વિધર્મીઓ દ્વારા પથ્થર ફેંકાતા મૂર્તિ ખંડિત થઇ હોવાનો આરોપ
– સમગ્ર મામલે સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો
– ચારે બાજુથી ભીંસ વધતા પોલીસે આખરે ફરિયાદ દાખલ કરી
– નખત્રાણા પોલીસે 5…— Gujarat First (@GujaratFirst) September 11, 2024
આ પણ વાંચો – સુરત બાદ Bharuch માં તંગદિલી, મોડી રાતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ
5 પુરુષ અને 3 કિશોરને રાઉન્ડઅપ કર્યા
માહિતી મુજબ, નખત્રાણા પોલીસે ( Nakhtrana Police) આ મામલે 5 પુરુષ અને 3 કિશોરને રાઉન્ડઅપ કર્યા છે. ગંભીર પ્રકારની ઘટનામાં મંદિર પર ધજા હટાવી, લીલો ઝંડો લહેરાવાયો હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે. સ્થાનિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવી ખુદ SP તપાસ કરે તેવી ઉઠાવી માંગ ઊઠી છે.
આ પણ વાંચો – Gujarat: ગૌવંશની ચોરી સામે પોલીસની કડક કાર્યવાહી, CCTVના આધારે ગાય ચોરોને ઝડપી પાડ્યા