Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kutch: પાટણના યુવકને ગુજરાતમાં આજીવન કેદની સજા, લાખોનો દંડ ફટકાર્યો

10:43 PM Jul 24, 2024 | Hiren Dave

Kutch: :મુંદરાના પોક્સોના કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે પાટણના દશરથ ઉર્ફે ભરત કાંતિલાલ ગાંચી નામના યુવકને આજીવન કેદની સજા સાથે પાંચ લાખનો દંડ ફટકારી દંડની રકમમાંથી ચાર લાખ ભોગબનારને ચુકવવા હુકમ કર્યો છે.

અમરનાથ યાત્રામાં આરોપીનો પરિચય થયો હતો

ભોગબનાર 17 વર્ષની સગીર કન્યા ગત 5 જુલાઇ 2016ના સમાજ તરફથી અમરનાથ યાત્રા સંઘમાં ગઇ હતી. જે સંઘની લકઝરી બસના કન્ડકટર સાથે સગીરાનો પરિચય થયો હતો. ત્યારે આરોપીએ પોતાનુ નામ ભરત ઠાકોર જણાવ્યું હતું. યાત્રા દરમિયાન બન્ને વચ્ચે મોબાઇલ નંબરની આપલે થઇ હતી. યાત્રામાંથી પરત આવી જતાં આરોપી ભરત અલગ અલગ નંબરથી ભોગબનાર સગીરા સાથે વાતચિત કરતો હતો. પોતે બ્રાહમણ હોવાનું અને લગ્ન કરવાનું કહેતો હતો.

આરોપીએ સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યા

દરમિયાન 21 જુલાઇ 2016ના આરોપીએ સગીરાને ફોન કરી રાત્રીના બાર વાગ્યે મળવા બોલાવી હતી. આરોપી કાર લઇને આવ્યો હતો. કારમાં આરોપી સાથે અન્ય બે યુવકો પણ હતા. ભોગબનારે કારમાં બેસવાની ના કહેતા આરોપીએ સગીરાનો હાથ પકડીને કારમાં બેસાડીને પાટણ પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં ત્રણ દિવસ સુધી સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. મુંદરા પોલીસ મથકે આરોપી સામે ગુનો નોંધ્યો હતો. કેસની ચાર્જસીટી રજુ કરતાં ભુજની પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

 

પોક્સો કોર્ટએ  આરોપીને  દોશી જાહેર  કર્યો

જેમાં 23 દસ્તાવેજી પુરાવા અને 20 સાક્ષીઓ તપાસ્યા બાદ ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટના જજ વી.એ.બુધ્ધએ આરોપી દશરથ ઉર્ફે ભારત (ઉ.વ.28)ને કલમ 363માં ત્રણ વર્ષની સજા સાથે 10 હજારનો દંડ, 366માં 10 વર્ષની સજા અને એક લાખનો દંડ જ્યારે કલમ 376માં આજીવન કેદની સજા સાથે 2 લાખનો દંડ, પોક્સો એક્ટની 4 મજુબ આજીવન કેદ અને બે લાખનો દંડ ફટકાર્યો હતો. પાંચ લાખના દંડમાંથી રૂપિયા 4 લાખ ભોગબનારને વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.

અહેવાલ.કૌશીક છાંયા કચ્છ

આ પણ  વાંચો  Jetpur : કેરાળી ગામ સહિત 10 ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ, ગ્રામજનોને હાલાકી

આ પણ  વાંચો  Ahmedabad : ભોજનમાંથી નીકળી જીવાતની ઘટનાઓ બાદ ફૂડ વેપારીઓમાં જાગૃતિ માટે તાલીમ કાર્યક્રમ

આ પણ  વાંચો  Panchmahal : જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ધરખમ વધારો! રોગચાળો અંકુશમાં લેવા પુણેની ટીમનાં ધામા