KUTCH : જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા (Minister of Gujarat, Praful Pansheriya) કચ્છ (KUTCH) ના એક દિવસીય પ્રવાસે છે. તેઓએ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ – કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. કંડલા પોર્ટ ચેરમેન સુશિલકુમાર સિંઘે પોર્ટ ખાતે આયાત નિકાસ પ્રક્રિયા અંગે પ્રભારી મંત્રીને અવગત કરાવ્યા હતા.
વિદ્યાર્થીઓના પ્રોજેક્ટર અને લેપટોપ વિતરણના કાર્યક્રમ હાજરી
આ ઉપરાંત કંડલા પોર્ટ દ્વારા ગાંધીધામ શહેરના વિકાસ માટે કરવામાં આવી રહેલા નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને પ્રભારી મંત્રીએ બિરદાવ્યા હતા. પ્રભારીમંત્રીએ દિનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી ગોપાલપુરી કેન્દ્રિય વિદ્યાલયને આપવામાં આવેલા સહયોગને આવકારદાયક પહેલ ગણાવી હતી. પ્રભારીમંત્રીશ્રીએ દિનદયાળ પોર્ટ સી.એસ.આર અંતર્ગત આયોજિત ગુરુ નાનક સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર અને લેપટોપ વિતરણના કાર્યક્રમ હાજરી આપી હતી.
પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે અગ્રણી દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, અગ્રણી ધવલભાઈ આચાર્ય, અંજાર પ્રાંત અધિકારી સુનિલ, જિલ્લા શિક્ષણાધિકારી પરમાર, દિનદયાળ પોર્ટના નાયબ ચેરમેન નંદિશ શુક્લા, પોર્ટના સચિવ સી. હરિચંદ્રન, ચીફ એન્જિનિયર વી. રવિન્દ્ર રેડ્ડી, કેપ્ટન પ્રદિપ મોહન્તી, પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દદલાણી સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો — Chhota Udepur : આદિવાસીઓનાં ઘરની દિવાલો પર જોવા મળતી અનોખી પ્રતિકૃતિ “બાબા પીઠોરા”