Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kshatriya Andolan : ક્ષત્રિયોને મનાવવા કવાયત! બનાસકાંઠા, સાબરકાંઠા બાદ આ જિલ્લામાં હર્ષ સંઘવીની બેઠક

09:20 PM Apr 24, 2024 | Vipul Sen

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ દ્વારા ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી બાદ વિવાદ વધતા પરશોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી પણ માગી હતી. પરંતુ, તેમ છતાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પણ અડગ છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીએ (BJP) ક્ષત્રિયોને મનાવવાનો પૂરજોશ પ્રયાસ શરૂ કરી દીધા છે. જે હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) બનાસકાંઠા અને સાબરકાંઠા બાદ હવે આણંદમાં (Anand) ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ક્ષત્રિય આંદોલનને (Kshatriya Andolan) શાંત કરવા અંગે ચર્ચા કરી હતી.

બનાસકાંઠા, સાબરકાંઠા બાદ આણંદમાં બેઠક

બનાસકાંઠા (Banaskantha) અને સાબરકાંઠામાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ક્ષત્રિય આગેવાનો સાથે મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપના નેતા રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. કમલમ ખાતે યોજાયેલ આ બેઠકમાં આગેવાનો અને સમાજના નેતાઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિય આંદોલનને (Kshatriya Andolan) શાંત કરવાના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અંદાજે 40 મિનિટ સુધી આ મિટિંગ ચાલી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

ક્ષત્રિયના નામે કોંગ્રેસ આંદોલનો કરે છે : હર્ષ સંઘવી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પ્રચાર માટે જઈ રહેલા ભાજપના કાર્યકરોને પણ ક્ષત્રિયો વિસ્તારમાં પ્રવેશવા દેતા નથી. આ સ્થિતિને થાળે પાડવા ગૃહ રાજ્યમંત્રી વિવિધ જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે. અગાઉ સાબરકાંઠામાં (Sabarkantha) હિંમતનગરની સર્વોદય હોટલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) બેઠક યોજી હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાજપૂત સમાજ સામાજિક સમરતામાં માનનારો સમાજ છે. સાબરકાંઠા જિલ્લાના ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાન થયું નથી. તેમણે કહ્યું કે, ક્ષત્રિયના નામે કોંગ્રેસ (Congress) આંદોલનો કરે છે. કોંગ્રેસે પોતાના પક્ષની વાત કરવી જોઈએ.

આ પણ વાંચો – SABARKANTHA : ડેમેજ કંટ્રોલ માટે હિંમતનગર પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી!

આ પણ વાંચો – Banaskantha : ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક, વાંચો અહેવાલ

આ પણ વાંચો – Kshatriya Andolan : સંકલન સમિતિની બેઠક પૂર્ણ, જાણો 28 તારીખે ક્ષત્રિય સમાજ શું કરશે ?