- કોલકાતા રેપ અને મર્ડર કેસમાં CBI એક્શનમાં
- આરોપીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો
- 9 ઓગસ્ટના રોજ થઇ હતી ડોક્ટરની હત્યા
કોલકાતા (Kolkata)ની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય રોયનો રવિવારે પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ કેસના મુખ્ય આરોપી સંજય રોયનો પોલિગ્રાફ ટેસ્ટ કોલકાતા (Kolkata)ની પ્રેસિડેન્સી જેલમાં કરવામાં આવ્યો હતો જ્યાં તે બંધ છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે કોલકાતા (Kolkata)માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ઓફિસમાં વધુ બે લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે શનિવારે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત ચાર લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
પોલીગ્રાફ ટેસ્ટ શું અને કેવી રીતે કરવામાં આવે છે?
તેમણે કહ્યું કે દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના પોલીગ્રાફ નિષ્ણાતોની એક ટીમ તપાસ કરવા માટે કોલકાતા (Kolkata)માં છે. પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન, જ્યારે કોઈ વ્યક્તિ પ્રશ્નોના જવાબ આપે છે, ત્યારે તેની શારીરિક પ્રતિક્રિયાઓ મશીનની મદદથી માપવામાં આવે છે અને તે જાણવામાં આવે છે કે તે સાચું બોલી રહ્યો છે કે ખોટું.
આ પણ વાંચો : Prashant Kishor એ ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, 2030 સુધીનો પ્લાન તૈયાર, કહ્યું- ‘જીત્યા પછી શું કરીશું?’
CBI એ સ્થાનિક પોલીસ પર આ આરોપો લગાવ્યા હતા…
CBI એ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના કેસને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફેડરલ એજન્સીએ તપાસ હાથ ધરી ત્યાં સુધીમાં ક્રાઈમ સીન સાથે ચેડા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : PM મોદીએ લખપતિ દીદી સાથે કરી વાત, કહ્યું- અમે 10 વર્ષમાં જે કર્યું તે આઝાદી પછી કોઈએ નથી કર્યું…
9 ઓગસ્ટના રોજ ટ્રેઇની ડોક્ટરની લાશ મળી આવી હતી…
કોલકાતા (Kolkata)ની સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પર ગંભીર ઈજાના નિશાન હતા. કોલકાતા (Kolkata) પોલીસે આ ઘટનાના બીજા દિવસે રોયની ધરપકડ કરી હતી. આ ઘટનાનો દેશભરમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Delhi : આમ આદમી પાર્ટીને મોટો ફટકો, 5 કાઉન્સિલરો એક સાથે BJP માં જોડાયા…