+

ધૂળેટીના પર્વે PM મોદીથી લઈ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું જાણો

આજે દેશભરમાં લોકો ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે. આજના દિવસે એકબીજાને રંગ લગાવીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર દેશવાસીઓને આ પાવન તહેવાર…

આજે દેશભરમાં લોકો ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે. આજના દિવસે એકબીજાને રંગ લગાવીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર દેશવાસીઓને આ પાવન તહેવાર નિમિતે શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ પર્વ નિમિતે સૌને શુભેચ્છા પાઠવી છે. ચાલો જાણીએ કે તેમણે આ તહેવાર નિમિતે શું કહ્યું છે…

PM મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં દેશવાસીઓને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી. સ્નેહ અને સંવાદિતાના રંગોથી શણગારાયેલો આ તહેવાર સમગ્ર દેશના લોકોના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓએ શુભકામના પાઠવતા કહ્યું કે

દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓએ શુભકામના પાઠવતા કહ્યું કે, રંગો અને આનંદના મહાન તહેવાર હોળીની તમામ દેશવાસીઓને શુભકામનાઓ. ખુશીનો આ તહેવાર તમારા બધાના જીવનમાં સમૃદ્ધિ અને સંવાદિતાના રંગો લાવે અને નવી ઊર્જાના સંચારનું માધ્યમ બને.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પાઠવી શુભેચ્છા

ગુજરાતના મુખ્યમંત્રીએ ધૂળેટી નિમિતે કહ્યું કે

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે

સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક ધરાવતો તહેવાર હોળીની શુભેચ્છાઓ.ચાલો આપણે સૌ સાથે મળીને રંગોના આ તહેવારને એવી રીતે ઉજવીએ કે દરેક ઘડામાંથી પ્રેમ, સંવાદિતા, સ્નેહ અને ખુશીના રંગો વરસે. સુખ, સમૃદ્ધિ અને પ્રેમના પુષ્પો ઊડે. હોળી ની હાર્દિક શુભકામનાઓ.

આ પણ વાંચો : ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, 13 લોકો દાઝ્યા

Whatsapp share
facebook twitter