+

Fake Video : ખેરાલુ કેસના આરોપીઓને પોલીસ મારતી હોય તેવા વીડિયોની સત્ય હકિકત, જાણો

Fake Video : સોશિયલ મીડિયા (Social Media) ના જમાનામાં દિવસે આંતરે બનાવટી અથવા તો છેડછાડ કરેલા વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યાં છે. તાજેતરમાં મહેસાણા જિલ્લા (Mahesana) ના ખેરાલુ (Kheralu)…

Fake Video : સોશિયલ મીડિયા (Social Media) ના જમાનામાં દિવસે આંતરે બનાવટી અથવા તો છેડછાડ કરેલા વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યાં છે. તાજેતરમાં મહેસાણા જિલ્લા (Mahesana) ના ખેરાલુ (Kheralu) માં શ્રી રામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓને પોલીસે ઢોરની જેમ માર માર્યો હોવાનો એક છેડછાડ કરેલો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલો Fake Video વાસ્તવમાં કયાનો છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયો ખેરાલુ પોલીસ સ્ટેશનનો નહીં હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ખેડા જિલ્લા પોલીસ (Kheda Police) સામે કરેલી કાર્યવાહીની જેમ ખેરાલુ કેસમાં દોષિત પોલીસવાળા સામે કાર્યવાહી થાય તેવી ભ્રામક માહિતી ફેલાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે.ખેરાલુમાં થયો હતો શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારોમહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ગત 21 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની શોભાયાત્રા શહેરમાં યોજવામાં આવી હતી. યાત્રા ખેરાલુના હાટડીયા વિસ્તારમાં પહોંચતા જ ધાબા પરથી કેટલાંક લોકોએ પોલીસ અને યાત્રામાં જોડાયેલા ભક્તો પર પથ્થરો ફેકતાં ભાગદોડ મચી ગઈ હતી. મામલો ઉગ્ર બનતા મહેસાણા જિલ્લા પોલીસ ખેરાલુ ખાતે તૈનાત કરી દવાઈ હતી. મામલો કાબૂમાં લેવા પોલીસને ટીયર ગેસના સેલ ચોડવાની પણ ફરજ પડી હતી. બાદમાં મોડી રાત સુધી પોલીસે કોમ્બિંગ કરી અનેક શકમંદ લોકોને ઝડપી પૂછપરછ આદરી હતી અને ત્યારબાદ ખેરાલુ પોલીસે (Kheralu Police) 32 લોકો સામે ફરિયાદ નોંધી 16 આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસની છબી ખરડવાનો પ્રયાસ

ખેડા જિલ્લાના માતરમાં જાહેરમાં આરોપીઓને માર મારવાની ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓને હાઈકોર્ટે સજા ફરમાવી છે. આ કેસમાં ખેડા એલસીબી (Kheda LCB) ના તત્કાલિન પીઆઈ એ. વી. પરમાર (PI A V Parmar) પીએસઆઈ ડી. બી. કુમાવત (PSI D B Kumawat) હે.કો. લક્ષ્મણસિંહ ડાભી અને PC રાજુભાઈ ડાભીનો સમાવેશ થાય છે. આ ઘટનાને કેન્દ્ર સ્થાને રાખીને કેટલાંક તત્વોએ છેડછાડ કરેલો ખોટો વીડિયો વાયરલ (Fake Video) કરીને ગુજરાત પોલીસ (Gujarat Police) ની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. “ખેરાલુ, વાયરલ કરો તો હાઈકોર્ટ સુધી પહોંચે” તેવા શબ્દો સાથે ખોટા વીડિયોને વાયરલ કરવામાં આવ્યો છે.

કઈ કલમ હેઠળ નોંધાશે ફરિયાદ ?

વાયરલ થયેલા ખોટા વીડિયો (Fake Video) ની જાણ ગાંધીનગર પોલીસ ભવન (Police Bhavan) માં બેસતાં ઉચ્ચ IPS અધિકારીને થતાં તેમણે ગાંધીનગર રેન્જ ડીઆઈજી (Gandhinagar Range) અને મહેસાણા જિલ્લા પોલીસ વડા (Mahesana SP) ને કાર્યવાહી માટે આદેશ આપ્યા છે. આ મામલે ખેરાલુ પોલીસ સ્ટેશન (Kheralu Police Station) માં સરકાર તરફે પોલીસની છબી ખરાબ કરવાનો પ્રયાસ, કોમી વૈમનસ્ય તેમજ વિડીયો ખોટો હોવાની જાણકારી હોવા છતાં તેનો ફેલાવવો કરવાની FIR અજાણ્યા શખ્સો સામે નોંધવાની કાર્યવાહી આરંભી દેવાઈ છે.

 

આ  પણ  વાંચો- Bobby Patel : કુખ્યાત જુગારધામ મનપસંદ જીમખાના પર ED કેમ ત્રાટકી ?

 

Whatsapp share
facebook twitter