+

જાણો તમારા પ્રિય પ્રાણીઓ વિશે જે તમે ક્યારે પણ નહીં જાણ્યું હોય…

આપણી આજુબાજુ કેટકેટલા પ્રાણીઓ અને કેટ કેટલા જીવ જોવા મળતાં હોય છે દરેક પ્રાણીની અને જીવની પોતાની અલગ અલગ અને આગવી ઓળખ છે એમાંથી કેટલાક પ્રાણીઓ પાલતું પણ હોય છે.પરંતુ આજે આપણે એવા કેટલાક પ્રાણીઓ વિશેની એવી અદ્દભુત વાતો જાણીશું કે જે તમને ખબર જ નહીં હોય.દરિયાઈ ડોલ્ફિન માછલી સૂતી વખતે પોતાની એક આંખ ખૂલ્લી રાખે છે.ચામાચિડીયા ચાલી શકતાં નથી કેમ કે તેના પગનાં હાડકાં ખૂબ જ નબળાં હોય છે.
આપણી આજુબાજુ કેટકેટલા પ્રાણીઓ અને કેટ કેટલા જીવ જોવા મળતાં હોય છે દરેક પ્રાણીની અને જીવની પોતાની અલગ અલગ અને આગવી ઓળખ છે એમાંથી કેટલાક પ્રાણીઓ પાલતું પણ હોય છે.પરંતુ આજે આપણે એવા કેટલાક પ્રાણીઓ વિશેની એવી અદ્દભુત વાતો જાણીશું કે જે તમને ખબર જ નહીં હોય.
  • દરિયાઈ ડોલ્ફિન માછલી સૂતી વખતે પોતાની એક આંખ ખૂલ્લી રાખે છે.
  • ચામાચિડીયા ચાલી શકતાં નથી કેમ કે તેના પગનાં હાડકાં ખૂબ જ નબળાં હોય છે.
  • ઘુવડ એક માત્ર પક્ષી છે જે ફક્ત વાદળી રંગ જ જોવે છે.
  • એક જીરાફની જીભ 21 ઈંચ જેટલી લાંબી હોય છે કે જેનાથી તે પાતાના કાન પણ સાફ કરી શકે છે.
  • કેટલાક સિંહો દિવસમાં 50 વખત સંભોગ કરી શકે છે.
  • એક વંદો પાતનું માથું કપાયા પછી તે 9 દિવસ જીવતો રહે છે.
  • પતંગિયું દરેક વસ્તુનો સ્વાદ તેના પગથી ચાખે છે કેમ કે તેનાં પગમાં તેની સ્વાદેન્દ્રિય હોય છે.
  • એક મગર પોતાની જીભને બહાર કાઠી શકતો નથી. તે પોતાની જીભને હલાવી કે ચાવી શકતો પણ નથી.મગરનો પાચક રસ ખૂબ જ ઉમદા પ્રકારનો હોય છે તે ખિલ્લી જેવા લોખંડને પણ પચાવી શકે છે.
  • દરિયાઈ કરચલાના માથામાં તેનું હ્રદય હોય છે.
  • ઘોડો અને ઉંદર અન્ય જીવની જેમ ઉલ્ટી કરતાં નથી.
  • ડુક્કરના શરીરની રચના એવા પ્રકારની હોય છે કે તે ક્યારે પણ આકાશમાં જોઈ શકતો નથી. 
  • એક ભૂંડ તેના સમાગમનો સમય 30 મિનિટ સુધી લંબાવી શકે છે.
  • કુતરાની આંખો રંગીન દ્રશ્ય જોઈ શકતી નથી.
  • ઉંદરની જોડી ધારે તો પોતાની સંખ્યા ટૂંક જ સમયમાં લાખોમાં કરી શકે છે.
  • ચાંચડ તેની લંબાઈથી 350 ગણા સુધી કૂદી શકે છે.
  • ઊંટના આંખમાં ત્રણ પલખ હોય છે કે જે તેની આંખમાં રેતને જતાં રોકે છે.
  • ખિસકોલીની ઉંમર 9 વર્ષ સુધીની હોય છે.
  • ગરોળીનું હ્રદય 1 મિનિટમાં 1 હજાર વાર ધબકે છે.
  • વીંછી પર જો થોડી પણ દારૂ નાખવામાં આવે તે તે પાગલ થઈ જાય છે અને પોતાને જ ડંખ મારવા લાગે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter