+

Ahmedabad : વિદેશોમાંથી ગાંજાની હેરાફેરી કરવા માફિયાઓએ અપનાવ્યો ગજબનો કીમિયો, જાણી ચોંકી જશો!

રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે ગઠિયાઓ સતત અવનવા કીમિયો અપનાવતા હોય છે. ત્યારે હવે પોસ્ટ મારફતે વિદેશમાંથી અમદાવાદમાં (Ahmedabad) ગાંજો મોકલવાનું રેકેટ ઝડપાયું છે. શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાં…

રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે ગઠિયાઓ સતત અવનવા કીમિયો અપનાવતા હોય છે. ત્યારે હવે પોસ્ટ મારફતે વિદેશમાંથી અમદાવાદમાં (Ahmedabad) ગાંજો મોકલવાનું રેકેટ ઝડપાયું છે. શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાં સર્ચ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) અને કસ્ટમ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં અંદાજિત 1.50 કરોડની કિંમતનો વિદેશી ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાંજો રમકડાં, લંચ બોક્સ, ડ્રેસના પાર્સલ થકી કેનેડા, યુએસ (US), થાઇલેન્ડમાંથી મોકલવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની (Customs Department) ટીમે મોટી કાર્યવાહી કરી છે. વિદેશમાંથી અમદાવાદમાં પોસ્ટ મારફતે ગાંજોના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. માહિતી મુજબ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની ટીમે બાતમીના આધારે શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાં (Shahibagh Foreign Post Department office) સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, પાર્સલો થકી ગાંજાની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો હતો.

કેનેડા, યુએસ, થાઇલેન્ડમાંથી પાર્સલ મોકલાયા

માહિતી મુજબ, કેનેડા (Canada), યુએસ, થાઇલેન્ડ (Thailand) જેવા દેશોમાંથી ડ્રગ્સ માફિયાઓએ રમકડાં, લંચ બોક્સ અને ડ્રેસના પાર્સલનો ઉપયોગ કરી ગાંજાની સપ્લાય અમદાવાદમાં કરી હતી. આ કાર્યવાહી હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે અંદાજિત 1.50 કરોડની કિંમતનો વિદેશી ગાંજો જપ્ત કર્યો છે. આ કેસમાં આગળ તપાસ ચાલી રહી છે, જેમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.

 

આ પણ વાંચો – Rajkot Game Zone Tragedy : TPO મનોજ સાગઠિયા બાદ હવે તેના ભાઈના માથે તપાસની લટકતી તલવાર!

આ પણ વાંચો – Kheda : PSI સહિત પોલીસકર્મીઓ પર હુમલા મામલે આરોપીઓનાં ઘરે પોલીસની મોટી કાર્યવાહી!

આ પણ વાંચો – Gujarat BJP : રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત BJP નો મોટો નિર્ણય, રાજ્યભરના નેતા-કાર્યકરોને કડક સૂચના!

Whatsapp share
facebook twitter