+

KKR vs RCB : કોલકતા સામેની મેચમાં શું ખરેખર Kohli આઉટ હતો ? જાણો નિયમ શું કહે છે

KKR vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકતા નાઈટ રાઈડર્સ (Royal Challengers Bangalore and Kolkata Knight Riders) વચ્ચે રવિવારે ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ના મેદાનમાં મેચ રમાઈ હતી. જેમા…

KKR vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકતા નાઈટ રાઈડર્સ (Royal Challengers Bangalore and Kolkata Knight Riders) વચ્ચે રવિવારે ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ના મેદાનમાં મેચ રમાઈ હતી. જેમા કોલકતાએ 1 રને વિજય મેળવ્યો હતો. જોકે, કોલકતાને અંતિમ બોલ (last Ball) પર આ જીત મળી હતી. જોકે, આ મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સની જીતથી વધારે ચર્ચા વિરાટ કોહલી (Virat Kohli) ના આઉટ થવાની થઇ રહી હતી. તેને થર્ડ એમ્પાયર (Third Umpire) દ્વારા આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતા તે ગ્રાઉન્ડ એમ્પાયર પર ગુસ્સે થયો હતો. શું છે સમગ્ર મામલો અને કોહલી શું ખરેખર આઉટ હતો, શું છે નિયમ આવો જાણીએ આ આર્ટિકલમાં…

કોલકતા સામે હાર બાદ RCB સીઝનમાંથી લગભગ બહાર

સમયની સાથે ક્રિકેટમાં નવા નિયમો (New Rules) ઉમેરાતા હોય છે. પણ ફેન્સ આ વાતથી અજાણ હોય છે અને ઘણીવાર ખેલાડી પણ તેનાથી અજાણ હોય છે અને વિવાદમાં આવી જાય છે. તો શું આવું જ કઇંક રવિવારની મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) સાથે થયું હતું? આ સવાલ હાલમાં ખૂબ ચર્ચામાં છે. જણાવી દઇએ કે, મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ (Toss) હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 120 બોલમાં માત્ર 211 રન જ બનાવી શકી હતી. ટીમ આ મેચ 1 રનથી હારી ગઈ હતી. આ હાર સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPLની 17મી સીઝનમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો વિરાટ કોહલીના આઉટ થવાની વાત કરીએ તો તેના આઉટ થવાને કારણે મોટો વિવાદ ઉભો થયો હતો.

એમ્પાયર પર ગુસ્સે થયો વિરાટ

વાસ્તવમાં હર્ષિત રાણા બોલિંગ કરી રહ્યો હતો, પરંતુ તેણે ઓવરના પહેલા જ બોલ પર ફુલ-ટોસ ફેંક્યો હતો. કોહલીએ આ બોલ પર શોટ મારવાનો પ્રયત્ન કર્યો જેના કારણે બોલ હવામાં ઉછળ્યો. કેચ પકડાઈ ગયા પછી, કોહલીએ તરત જ DRS ની માંગ કરી કારણ કે તેને લાગ્યું કે આ No-Ball છે. એમ્પાયરે નવી હોક આઈ ટેક્નોલોજીની મદદથી આ રિવ્યુ ચેક કર્યો. ટીવી પર બેઠેલા થર્ડ અમ્પાયર માઈકલ ગોફે તેનો રિવ્યૂ કર્યો પણ આ પરિણામથી વિરાટ કોહલી અને RCB ને આંચકો લાગ્યો. તેમણે તેને આઉટ આપ્યો, ત્યારબાદ વિરાટ કોહલી ગુસ્સે થયો હતો અને એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. બાદમાં પેવેલિયન પરત ફરતી વખતે પણ તે ગુસ્સામાં જોવા મળી રહ્યો હતો અને બેટ જમીન પર પટકીને પેવેલિયન પહોંચી ગયો હતો.

શું છે નવો નિયમ ?

વિરાટ કોહલીને લઈને ત્રીજા એમ્પાયરે આપેલો નિર્ણય નિયમ મુજબ સાચો હતો. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના નિયમ 41.7.1 મુજબ, ‘કોઈપણ બોલ જે જમીન પર અથડાયા વિના, સીધા ક્રિઝમાં ઊભેલા બેટ્સમેનની કમરની ઊંચાઈથી ઉપર જાય છે, તે આવી સ્થિતિમાં એમ્પાયર તેને નો-બોલ જાહેર કરે છે. પરંતુ કોહલીના આઉટ થવાના કિસ્સામાં, તે તેની ક્રિઝની બહાર ઊભો હતો અને જ્યાં સુધી તે પોપિંગ ક્રિઝ પર પહોંચ્યો ત્યાં સુધીમાં બોલ તેની કમરથી નીચે આવી રહ્યો હતો.

ત્રીજા એમ્પાયરે નિર્ણય લેવા માટે હોક-આઈ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. કોહલી જ્યારે બોલના રડારમાં આવ્યો ત્યારે તે ક્રિઝની બહાર ઊભો હતો. જો કોહલી પોપિંગ ક્રિઝમાં સામાન્ય સ્થિતિમાં ઊભો રહ્યો હોત તો તેની કમરની ઊંચાઈ 1.04 મીટર હોત. જોકે, જ્યારે તે તેની ક્રિઝની બહાર રમ્યો ત્યારે બોલ તેની કમરથી ઉપર હતો. જો તે જ બોલ પોપિંગ ક્રિઝ પર પહોંચી ગયો હોત, તો તેની ઊંચાઈ ઘટીને 0.92 મીટર થઈ ગઈ હોત. એટલે કે, જો કોહલી ક્રિઝની અંદર હોત તો બોલ તેની કમરની ઊંચાઈથી નીચે હોત.

આ પણ વાંચો – IPL 2024 : હજુ પણ RCB પહોંચી શકે છે Playoffs માં, ચમત્કાર નહીં પણ સમીકરણ કરી શકે છે કામ

આ પણ વાંચો – ધોનીનું મેદાનમાં આવવું સ્ટેડિયમમાં બેઠેલા લોકો માટે ખતરનાક, મળી ચેતવણી

Whatsapp share
facebook twitter