Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલના વેજાગામની સીમમાંથી સગીરાનું અપહરણ

09:00 PM May 30, 2023 | Vishal Dave

ગોંડલના વેજાગામની સીમમાંથી મહુવાના ઉંચાકોટડાની સગીરાનું નિચાકોટડાના બટુક નામના શખ્સે અપહરણ કર્યાની ગોંડલ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર,મહુવાના ઉંચા કોટડા પંથકમાં રહેતો પરીવાર ગોંડલના વેજાગામે ખેતીકામ કરવા માટે આવેલ હતો. બે પુત્ર અને એક સગીર પુત્રી સાથે રહેતો પરીવાર ગઈ તા.25ના બપોરે વાડીએ કામ કરી બપોરના જમવા માટે ઓરડીએ આવ્યા હતાં.

જે બાદ તેની સગીર પુત્રી શૌચક્રીયા માટે બહાર ગયા બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી.બાજુમાં આવેલ વાડી માલીકને પુછતાં તેમણે જણાવેલ કે રોડ પર એક કાર ઉભી હતી. તેમાં તમારી સગીર પુત્રી બેસી ગયેલ હતી.

જે બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે તે કાર મહુવાના નિચા કોટડા ગામના બટુક જીણા સાંખટની હોવાનું અને તે તેના ઘરેથી પણ કપડા લઈ નિકળી ગયો હોવાથી સગીરાનું અપહરણ કરી બટુક જ નાસી છુટયો હોવાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે આરોપી બટુક વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.