+

Kheda Chemical Factory: ભક્તોની આસ્થા રૂપ ગળતેશ્વર નદીમાં કેમિકલ ફરી વળ્યું

Kheda Chemical Factory: ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારની આસપાસ કેમિકલ (Chemical) ની ફેક્ટરી (Factory) ઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે ફેક્ટરી (Factory) ઓને કારણે અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારની જનતા ભારે મુશ્કેલીઓનો સામનો…

Kheda Chemical Factory: ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારની આસપાસ કેમિકલ (Chemical) ની ફેક્ટરી (Factory) ઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે ફેક્ટરી (Factory) ઓને કારણે અવાર-નવાર ગ્રામ્ય વિસ્તારની જનતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવા કિસ્સાઓમાં મોટાભાગે હવામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક વાયુનું મિશ્રણ થવું, અથવા તો ગામમાં આવેલા નદી-તળાવમાં ઝેરી કેમિકલ (Chemical) જોવા મળતું હોય છે. આવા કિસ્સાઓમાં ભૂતકાળમાં અનેક વખત અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.

Kheda Chemical Factory

  • ખેડાની નદીમાં કેમિકલ ફરી વળ્યું
  • નદીમાં ગામના લોકો ન્હાવા માટે આવતા હોય છે
  • સત્તાધીશોને જાણ કરતા સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા

ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગરની ગળતેશ્વર નદીને લઈ મોટી ઘટના સામે આવી છે. આ નદીમાં ગામના લોકો ન્હાવા માટે આવતા હોય છે. ત્યારે વણાકબોરી Thermal Power Station થી નીકળતું કેમિકલયુક્ત (Chemical) પાણી ગળતેશ્વર નદીમાં ભળી રહ્યું છે. તેના કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે. આ નદીમાં પંપ હાઉસની નજીક રહેતા ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે પાણી ન્હાવા માટે આવતા હોય છે.

સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા

Kheda Chemical Factory

તે ઉપરાંત આ નદીના પાણીનો ગામલોકો પશુપાલક માટે પણ ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ નદીના દૂષિત પાણીને કારણે ગામમાં રોગચાળો પણ ફેલાઈ તો કોઈ નવાઈની વાત કહેવાશે નહીં. આ મામલે સ્થાનિકોએ અવાર-નવાર પાવર સ્ટેશનના સત્તાધીશોને જાણ કરી છે. પરંતુ Thermal Power Station ના સત્તાધીશો આ મામલાને લઈ આંખ આડા કાર કરી રહ્યા છે.

ત્યારે આ હવે એ જોવાનું રહ્યું કે, આ મામલે સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ કેવી રીત આવશે. સરકાર દ્વારા આ પાવર સ્ટેશનને લઈ કોઈ કાયદાકીય પગલા લેવામાં આવશે કે નહીં ?

આ પણ વાંચો: AHMEDABAD : ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે AHMEDABAD CIVIL હોસ્પિટલમાં 149મું અંગદાન

આ પણ વાંચો: CHHOTA UDEPUR : રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં EVM નું પહેલા તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ

આ પણ વાંચો: Chotaudepur : ન્યુ આદર્શ કો- ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં ખાતા ધારકોને પૈસા ના મળતાં જીલ્લા રજીસ્ટર કચેરીમાં ફરિયાદ

Whatsapp share
facebook twitter